SBI Clerk Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા 17 નવેમ્બર 2023થી ચાલી રહી છે. જેમાં 7 ડિસેમ્બર 2023 સુધી અરજી કરી શકાય છે.
Job Recruitment
એસબીઆઇ બેંકની ફાઇલ તસવીર
બેંકમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. તાજેતરમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 8200થી વધુ ક્લાર્કની જગ્યાઓ પર ભરતી (SBI Clerk Recruitment 2023) માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. માટે જ જે ઉમેદવારો અત્યાર સુધી આ ખાલી જગ્યા માટે અરજી કરી શક્યા નથી તેઓએ વહેલી તકે અરજી કરવી જોઈએ.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા (SBI Clerk Recruitment 2023 માટેની અરજી પ્રક્રિયા 17 નવેમ્બર 2023થી ચાલી રહી છે. જેમાં 7 ડિસેમ્બર 2023 સુધી અરજીઓ અને ફી જમા કરાવી શકાય તેવી સૂચના આપવામાં આવી હતી. હવડે આ જગ્યા માટે પ્રિલિમ પરીક્ષા જાન્યુઆરી 2024માં લેવામાં આવનાર છે. આ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સંપૂર્ણ માહિતી ધ્યાનથી વાંચવી જરૂરી છે.
ADVERTISEMENT
આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે?
બેંકમાં ક્લાર્ક (SBI Clerk Recruitment 2023ની નોકરી મેળવવા માટે ઉમેદવારો કોઈપણ પ્રવાહમાં સ્નાતક હોવા જરૂરી છે. ઉપરાંત ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી વધુ અને 28 વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉમેદવારોની ઉંમરની ગણતરી 1લી એપ્રિલ 2023ના આધારે કરવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે.
આ પોસ્ટ કેટલી ફી આપવાની રહેશે?
આ ભરતી માટે અરજી કરનારા જનરલ/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/PWBD ને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે?
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 8238 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. તેમાં સામાન્ય પદ માટે 3515, એસસી કેટેગરી માટે 1284, એસટી કેટેગરી માટે 748, ઓબીસી કેટેગરી માટે 1919 અને EWS કેટેગરી માટે 817 પોસ્ટનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા કેવી રીતે આપવાની રહેશે?
આ પદો (SBI Clerk Recruitment 2023 માટે 100 ગુણની પ્રારંભિક પરીક્ષામાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેના માટે 1 કલાકનો સમય આપવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં 200 ગુણના 190 પ્રશ્નોનો સમાવેશ થશે. આ માટે ઉમેદવારોને 2 કલાક 40 મિનિટનો સમય આપવામાં આવશે.
ક્યાં જઈને ઉમેદવારોએ અરજી કરવી?
અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરવાની રહેશે. SBI ક્લાર્ક ભરતી માટે કેવી રીતે અરજી કરવી. વેબસાઇટના હોમ પેજ પર નવીનતમ ખાલી જગ્યાઓની લિંક પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI જુનિયર એસોસિયેટ જેએ ક્લાર્ક ભરતી 2023 (SBI Clerk Recruitment 2023ની લિંક પર જવું. આગળના પેજ પર Apply Online ની લિંક પર જઈને વધુ વિગતો દાખલ કરતા પહેલા કૃપા કરીને નોંધણી કરવી. નોંધણી બાદ તમે અરજી ફોર્મ ભરી શકો છો. અરજી કર્યા બાદ અવશ્ય પ્રિન્ટ લો.