બનાવો બટાટા, રતાળુ અને શક્કરિયાની કેક
બટાટા, રતાળુ અને શક્કરિયાની કેક
સામગ્રી
બટેટા - 200 ગ્રામ
શક્કરિયા - 200 ગ્રામ
રતાળુ - 200 ગ્રામ
સિંધાલૂણ - સ્વાદ મુજબ
ખાંડ - 3 ચમચી
આદું-મરચાંની પેસ્ટ - 3 નાની ચમચી
શિંગ - સજાવવા માટે
લીમડો – જરૂર મુજબ
ADVERTISEMENT
વઘાર માટે
તેલ - 3 ચમચી
જીરું - 3 ચમચી
તલ - 3 ચમચી
બનાવવાની રીત
કાચા બટાટા, શક્કરિયા અને રતાળુને અલગ-અલગ છીણી લેવાં. છીણ મોટી રાખીને અલગ-અલગ રીતે વઘારી લેવી. વઘાર માટે બે ચમચી તેલ મૂકી એમાં જીરું, તલ, લીમડો નાખી વધારવું. ચડી જાય એટલે એમાં સિંધાલૂણ, આદું-મરચાંની પેસ્ટ નાખવી. પછી ખાંડ અને લીંબુ નિચોવીને ગૅસ પરથી ઉતારી લેવું. ત્રણેય સામગ્રીનો મસાલો એકસરખો નાખવો. હવે એક મોટા બોલમાં નીચે લીમડાનાં પાન મૂકી ત્રણેય વાનગીઓનું એક પછી એક લેયર કરવું. ત્યાર બાદ ત્રણેયને અનમોલ્ડ કરી ઉપર ફરાળી શિંગથી સજાવવું. આ કેક સાથે દહીં ખાઈ શકાય. આ વાનગી બનાવવા માટે સૂરણનો પણ ઉપયોગ કરી શકાય છે.