Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Redmi 6A, Redmi 6 Proની કિંમતોમાં થયો ઘટાડો, Jio યૂઝર્સને મળશે વધુ ડેટા

Redmi 6A, Redmi 6 Proની કિંમતોમાં થયો ઘટાડો, Jio યૂઝર્સને મળશે વધુ ડેટા

Published : 12 March, 2019 02:59 PM | IST | નવી દિલ્હી(ટેક ડેસ્ક)

Redmi 6A, Redmi 6 Proની કિંમતોમાં થયો ઘટાડો, Jio યૂઝર્સને મળશે વધુ ડેટા

સસ્તા થયા શાઓમીના ફોન

સસ્તા થયા શાઓમીના ફોન


શાઓમીના બજેટ રેન્જના રેડમી સીરિઝના લેટેસ્ટ સ્માર્ટફોન્સ રેડમી 6A અને રેડમી 6 પ્રોની કિંમતમાં વધુ એકવાર ઘટાડો કરવામાં આવ્યો છે. આ બંને સ્માર્ટ ફોન્સ ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ પહેલા શાઓમીએ પોતાના મીડિયમ રેન્જના ફોન Xiaomi Mi A2ની કિંમતમાં પણ ઘટાડો કર્યો હતો. આ સ્માર્ટફોનના બેઝિક વિરેએંટની કિંમત ઘટી છે. આ બંને ફોન કંપનીના સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન્સ છે.

આટલામાં પડશે ફોન
Redmi 6Aના 32જીબી વેરિએંટને તમે 6, 4999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોનની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ ફોનને 6, 999 રૂપિયાની કિંમતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે Redmi 6 Proના 4 જીબી રેમ અને 64 જીબી મેમરી વાળા વેરિએંટને તમે 8, 999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટ ફોનની પ્રાઈઝમાં એક હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઑફરનો લાભ તમને કંપનીની આધિકારિક વેબસાઈટની સાથે ઈ-કૉમર્સ વેબસાઈટ પર પણ મળી શકે છે. રિલાયન્સ Jioના યૂઝર્સને 2, 200 રૂપિયાનું કેશબેક અને 4.5TB સુધીના વધુ ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

Redmi 6Aના ફીચર્સ
Redmi 6Aમાં 5.45 ઈંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સ્ક્રીનનું રિઝોલ્યૂશન 720x1440 આપવામાં આવ્યું છે. ફોન 2 ગીગાહર્ટ્ઝ ક્વૉડકોર મીડિયાટેક હેલિયો એ22 પ્રોસેસર પર કામ કરે છે. ફોન 2GB રેમ અને 32GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. કેમેરા ફીચર્સની વાત કરીએ તો તેમાં 13 મેગાપિક્સેલનો રેઅર અને 5 મેગાપિક્સેલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. જે એંડ્રૉઈડ ઓરિયો 8.1 પર કામ કરે છે.

Redmi 6 Proના ફીચર્સ
Redmi 6 Proમાં 5.84 ઈંચનું ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 625 એસઓસી ચિપસેટ પ્રોસેસર આપવામાં આવશે. ફોન 4 જીબી રેમ અને 64 જીબી ઈંટરનલ સ્ટોરેજ સાથે આવે છે. સાથે તેમાં 12+5 મેગાપિક્સેલનો ડ્યૂલ રિઅર કેમેરો છે. સાથે ફ્રંટમાં 5 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા છે.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2019 02:59 PM IST | નવી દિલ્હી(ટેક ડેસ્ક)

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK