મહિલાઓના સૌભાગ્યની નિશાની, જાણો દુલ્હનના લેટેસ્ટ ચૂડા વિશે
વેડિંગ ચૂડા
વીતેલ વર્ષ 2018માં ઘણી બોલીવુડ એક્ટ્રેસિસ રિયલ લાઈફમાં પણ દુલ્હન બની. ખાસ કરીને દુલ્હનના પોશાકમાં સેલિબ્રિટીઝનો લુક જોઈને યંગ જનરેશનમાં ક્રેઝ જોવા મળ્યો. લહેંગાની સ્ટાઈલથી લઈને મંગળસૂત્ર ડિઝાઈન, સિંદૂર લગાવવાની રીત અને બ્રાઈડલ ચૂડાની ડિઝાઈન પણ કૉપી થવા લાગી છે. ખાસ કરીને એક્ટ્રેસેસના ચૂડાની ડિઝાઈન બજારમાં ઘણી પોપ્યુલર થઈ રહી છે. તો ચાલો એવા ચૂડા વિશે વાત કરીએ.
ADVERTISEMENT
આજકાલ મહિલાઓ મોર્ડન થઈ ગઈ છે. ભલે મહિલાઓ શ્રૃંગાર નથી કરતી, પણ ઘરેણાથી એમને આજે પણ લગાવ છે. ખાસ કરીને બંગડી પહેરવી બહુ જ ગમે છે. ખાસ કરીને ગુજરાતી મહિલાઓને જાત-જાતની બંગડીઓ પહેરવાનો શોખ છે. કોઈ તહેવાર હોય કે કોઈના લગ્ન દરેક પ્રસંગમાં આઉટફિટ્સ સાથે મેચિંગ બંગડીઓ પહેરે છે. મજાની વાત એ છે કે ચૂડી ફક્ત ટ્રેડિશનલ લુકનો જ હિસ્સો નહીં પરંતુ મહિલાઓ ઈન્ડો-વેસ્ટર્નમાં પણ ચૂડી પહેરે છે. જો તમે પણ ચૂડી પહેરવાના શોખીન છો તો તમારે અમદાવાદના લાલ દરવાજા જવું જોઈએ, ત્યાં તમને બોલીવુડ એક્ટ્રેસેસના નામની ચૂડી મળશે. ફિલ્મ અને સીરિયલમાં પહેરાતી લેટેસ્ટ ડિઝાઈનની ચૂડી પણ જોવા મળશે.
રાજસ્થાનના ફૅમસ ચૂડા
રાજસ્થાનની રાજધાની જયપુર પોતાના ફોક કલ્ચર, શાહી ખાન-પાન અને ટ્રેડિશનલ વસ્તુઓ માટે ફેમસ છે. ત્યાં શોપિંગ કરવાની મજા જ અલગ છે. ત્યાં તમને રાજસ્થાની ભરતકામ કપડાં, જૂતાં, ઘરેણા અને અન્ય ઘણો સામાન મળશે. પરંતુ અહીંની વિશિષ્ટ સુંદર લાખની ચૂડી જે જયપુરની શાન છે તે પણ જોવા મળશે. જો તમે ચૂડી લવર છો તો તમારે એક વાર જયપુર જરૂર જવું જોઈએ, કારણકે તમને અહીં 50 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીની લાખની ચૂડી મળી જશે. આ ચૂડી તમને જયપુરના જૌહરી માર્કેટમાં મળશે. રંગબેરંગી ચૂડી સાથે આ ચૂડીમાં કુંદન વર્ક પણ મળશે.
પંજાબી સ્ટાઈલ ચૂડજો તમને પંજાબી સ્ટાઈલના સારા ચૂડા જોઈએ તો તમારે એક વાર રજૌરી માર્કેટ જરૂર જવું જોઈએ. ત્યાં તમને બાકી બજારથી ઘણો મોંઘો સામાન મળશે પણ, જે વેરાયટી ત્યા મળશે તે બીજે ક્યાંય પણ જોવા નહીં મળે. ત્યાં તમને ડિઝાઈનર અને સ્ટાઈલિશ ચૂડા મળશે. ત્યાં તમે ચૂડામાં નવી ડિઝાઈન અને કલર પણ એડ કરાવી શકો છો.