ગુજરાત ટ્રાવેલ અને ટુરિઝમ એક્સલેન્સ એવોર્ડ 2020ની પ્રથમ આવૃત્તિ જાહેર
ગુજરાત ટ્રાવેલ અને ટુરિઝમ એક્સલેન્સ એવોર્ડ 2020ની પ્રથમ આવૃત્તિ જાહેર
TCGL એ બ્રાન્ડ એડ સાથે મળીને વર્ચુઅલ એવોર્ડ્સની આ અનોખી પહેલ કરી છે. ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સલેન્સ એવોર્ડ 2020નું આયોજન 25th September,2020ના રોજ કરવામાં આવશે. આ કાર્યક્રમની શોભા વધારવા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી, ટુરિઝમ એન્ડ ફિશરીઝના મંત્રી શ્રી જવાહર ચાવડા અને ગુજરાત સ્ટેટ ટુરિઝમના મંત્રી શ્રી વસનભાઈ આહીર પણ હાજર રહેશે. આ આખા સમારોહનો શ્રેય બ્રાન્ડ એડને જાય છે.
અત્યાર સુધીના ઇતિહાસમાં ટુરિઝમ ઈંડસ્ટ્રીનો વર્ચુઅલી આયોજાયેલો, ભારતનો આ પ્રથમ એવોર્ડ સમારોહ છે. આ સમારોહ આયોજિત કરવાનો એક માત્ર હેતુ છે કે, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને સતત આગળ વધારવા મહેનત કરનારા આપણા કાર્યકર્તાઓને સન્માનિત કરવા અને તેમનો આભાર વ્યક્ત કરવો. આ એવોર્ડ ફંક્શનમાં ૧૩ જુદી જુદી કેટેગરીઝ રાખવામાં આવેલ છે. જેમાં બેસ્ટ ટુર ઓપરેટરથી માંડીને બેસ્ટ ગુજરાતી ક્યુઇઝિન રેસ્ટોરેન્ટ્સ અને સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ્સ પણ સામેલ કરવામાં આવેલ છે.
ADVERTISEMENT
આ વિશે વાત કરતા, કમિશનર ઑફ ટુરિઝમ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઑફ ટુરિઝમ કૉર્પોરેશન ઑફ ગુજરાત, શ્રી જેનુ દેવન કહે છે કે, "ગુજરાતે હંમેશા કંઇક અનેરું અને અનોખું જ આપ્યું છે અને વર્ચુઅલ ગુજરાત ટુરિઝમ એક્સલેન્સ એવોર્ડ સેરેમની પણ એક અનોખી રજૂઆત છે. આ પ્રકારના એવોર્ડ ફંકશનને આયોજવામાં ખાસ ગર્વ અનુભવાય છે કારણ-કે આમ કરીને આપણે દુનિયાને એક સશક્ત મેસેજ આપીએ છીએ કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય, આપણે તે પરિસ્થિતિને અનુકૂળ થઇ, તેમાંથી નવા રસ્તા શોધી સતત આગળ વધીએ છીએ. તેમાં પણ ખાસ કરીને આપણી ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પોતાના સતત પરિશ્રમ દ્વારા ગુજરાતના મહેમાનોને સુરક્ષિત અને સહજ અનુભવ આપવામાં કોઈ કમી રાખતી નથી. હું આપણા મુખ્ય અતિથિ શ્રી વિજય રૂપાણી અને બીજા માનનીય મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું, આ કાર્યક્રમની શોભા વધારવા બદ્દલ અને TCGLને ટેકો અને પ્રોત્સાહન આપવા બદ્દલ."
હિતેન શાહ, 'બ્રાન્ડ એડ'ના ડિરેક્ટર, તેમનો પણ આ આયોજનના સંચાલનમાં મહત્વનો ભાગ રહ્યો છે, તેઓ કહે છે કે, "ઘણી મહેનત, ઘણા વિચારો અને ઉદ્દેશો આ એવોર્ડ ફંક્શનના આયોજન પાછળ છે. આ ફંક્શનનું આયોજન છેલ્લા ત્રણ મહિનાથી પ્લાંનિંગ સ્ટેજમાં છે, આની રેન્કિંગ સિસ્ટમ પર પણ ઝીણવટથી કામ કરાયું છે અને તે પણ ઈન્ડસ્ટ્રીના જાણીતા અને માનીતા શ્રેષ્ઠ દ્વારા જ. આ એવોર્ડ ફંક્શન રાજ્યના ટુરિઝમ સેક્ટરને ખુબ જ પ્રોત્સાહિત કરશે અને તેની સાથે સાથે એક ટ્રેન્ડસેટર તરીકે ઓળખાશે કે જેને બીજા રાજ્યો પણ અનુસરશે. માત્ર આટલું જ નહીં, આ આપણી રાજ્ય સરકારને પણ COVID-19ને કારણે ઉભી થયેલી ગંભીર સ્થિતિમાં થોડી સ્થિરતા સ્થાપિત કરવામાં મદદરૂપ થશે.