ન્યુ ઝીલૅન્ડમાં વાયટૉમોની ગુફાઓનું પોતાનું જ એક અલગ વિશ્વ છે. અહીં ૩૦૦ ગુફાઓનું ગૂંચળું છે જેમાંથી કેટલીક એકબીજામાં વિલીન થઈ ગઈ છે. ગ્લોવર્મ અને રુઆકુરીની ગુફાઓમાં પથરાયેલી આગિયાઓની દુનિયા તમને ‘અવતાર’ ફિલ્મના પાત્ર બની ગયા હોવાનો અહેસાસ કરાવે એવી છે
અલૌકિક સાક્ષાત્કાર - ગ્લોવર્મ કેવ
ગયા અઠવાડિયે લખ્યા મુજબ વાયટૉમોની ગુફાઓની શોધ ઈસવી સન ૧૮૮૪માં થઈ. પછી તો અહીંના સ્થાનિક ટીનોરાસાહેબને અહીંનું વળગણ થઈ ગયું હતું. ઈસવી સન ૧૮૮૯માં તેમણે ગુફાઓનું ઉપરવાસનું પ્રવેશદ્વાર શોધી કાઢ્યું અને પછી તો તેઓ એકદમ સક્રિય થઈ ગયા. તેમણે તરત જ શોખીન પ્રવાસીઓને આ અનોખા અનુભવ માટે લઈ જવાનું શરૂ કરી દીધું. આમાં તેમને સાથ મળ્યો તેમનાં પત્ની શ્રીમતી હુટીનો. આ દંપતી રાતોરાત વિખ્યાત થઈ ગયું. ગુફાઓની ભૂગોળ તેમના મગજમાં બરાબરની બેસી ગઈ હતી. થોડાં વર્ષો વીત્યાં અને સરકાર સફાળી જાગી ગઈ. ઈસવી સન ૧૯૦૫માં સરકારે આ ગુફાઓ ફક્ત ૬૨૫ પાઉન્ડમાં ખરીદી લીધી હતી. ઈસવી સન ૧૯૧૦માં પ્રથમ હોટેલ વાયટૉમો કેવ્ઝ હોટેલ અસ્તિત્વમાં આવી. પ્રવાસીઓનો પ્રચંડ ધસારો બારે મહિના સતત ચાલુ જ રહેતો. અત્યારે આ ગુફાઓનું સંચાલન ટૂરિઝમ હોલ્ડિંગ લિમિટેડ નામની પ્રાઇવેટ કંપનીના
હાથમાં છે.