કેટલાક એવા રેલ્વે સ્ટેશન જે ધરાવે છે ઐતિહાસિક મહત્વ
ભારતના એવા રેલ્વે સ્ટેશન જે છે ઐતિહાસિક રીતે જાણીતા
રેલવે સ્ટેશનને આમ તો સામાન્ય સ્થળ માનવામાં આવે છે અને લોકો તેનો પરિવહનના એક બેસ્ટ સાધન તરીકે ઉપયોગ કરે છે. પણ જો આ રેલ્વે સ્ટેશનને ધ્યાનથી જોવામાં આવે તો તે ઘણાં આકર્ષક લાગે છે. કારણ કે આ સ્ટેશનોએ યુદ્ધથી લઇને શહેરી વિકાસ સુધીનું બધું જ જોયું છે. ખાસ તો, ભારતમાં તમને એવા રેલ્વે સ્ટેશન મળી જશે જેની સ્ટોરી તમને ખૂબ જ રસપ્રદ છે. બદલાતા સમયને કારણે ભલે સ્ટેશનમાં ઘણાં પરિવર્તન આવ્યા હોય પણ આ રેલ્વે સ્ટેશનનો ઇતિહાસ આ સ્ટેશનમાં ક્યાંક ને ક્યાંક છતું થઈ જ જાય છે. તો ચાલો જાણીએ એવા સ્ટેશન વિશે.
હિમાચલ પ્રદેશનું બારોગ સ્ટેશન
બારોગ સ્ટેશન આમ તો ખૂબ જ નાનું રેલ્વે સ્ટેશન છે જે કાલકા-શિમલા ટ્રેન લાઇન પર આવેલું છે. પણ અહીંથી તમને સુંદર પહાડીઓના દ્રશ્ય જોવા મળે છે અને આ સુંદરતાને કારણે લોકોને અહીં આવવું ગમે છે. 1898માં, કર્નલ બારોગને કાલકા-શિમલા ગુફાના નિર્માણનો પ્રૉજેક્ટ સોંપવામાં આવ્યો હતો. બ્રિટિશ સરકારના આવ્યા સુધી બધું બરાબર ચાલતું હતું, પણ પછીથી બારોગના નિર્માણમાં ત્રુટિને કારણે એક આરોપ મૂકવામાં આવ્યો અને દંડ પણ ફટકારવામાં આવ્યો. આ ઘટનાએ બારોગ પૂર્ણપણે હલબલાવી મૂકી અને તે પોતાનું માનસિક સંતુલન ખોઇ બેઠો. અને તેણે ખોદેલી અડધી સુરંગની અંદર જ પોતાને ગોળી મારી દીધી, અને તેને ત્યાં જ દફન કરવામાં આવ્યો. ત્યારથી માન્યતા છે કે આ ટર્નલ નંબર 33 હોન્ટેડ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દેશના આ રેલ્વે સ્ટેશન્સની છે પોતાની જ એક અનોખી કહાણી
હાવડાં સ્ટેશન, પશ્ચિમ બંગાળ
લાલ કલરની ઇંટોથી બનેલું પશ્ચિમ બંગાળનું હાવડા સ્ટેશન બીજું સૌથી જૂનું સ્ટેશન છે અને ભારતના સૌથી મોટા રેલવે પરિસરોમાંનું એક છે. આ સ્ટેશન બન્યું તેને સોથી વધુ વર્ષ થઈ ગયા છે. હુગલી નદીના તટ પર બનાવવામાં આવેલું આ સ્ટેશન રોમનસ્ક અને પારંપારિક બંગાળી શૈલીનું મિશ્રણ છે. બંગાળના પ્રસિદ્ધ ક્રાન્તિકારી તેમ જ સ્વાતંત્ર્ય સેનાની યોગેશ ચન્દ્ર ચેટર્જી કાકોરી કાંડથી પહેલા જ હાવડા સ્ટેશન પર તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. અને તેમને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.