Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > છત્તીસગઢનું આ ગામ છોટા શિમલા તરીકે ઓળખાય છે, જાણો એની સુંદરતા વિશે

છત્તીસગઢનું આ ગામ છોટા શિમલા તરીકે ઓળખાય છે, જાણો એની સુંદરતા વિશે

Published : 20 April, 2019 04:18 PM | IST | છત્તીસગઢ

છત્તીસગઢનું આ ગામ છોટા શિમલા તરીકે ઓળખાય છે, જાણો એની સુંદરતા વિશે

છોટા શિમલા

છોટા શિમલા


વેકેશનમાં શિમલા-મનાલી કે પહાડી વિસ્તારમાં દરેક ફરવા જતા હોય છે અને ત્યાના પેકેજ બજેટની બહાર જતા હોય છે, તો શિમલા જેવી જ તમને મજામસ્તી કરી હોય તો છત્તીસગઢ ફરવા જેવું કોઈ બીજું રાજ્ય જ નથી. છત્તીસગઢના અંબિકાપુરથી 75 કિલોમીટર દૂર આવેલુ એક સુંદર ગામ છે. જેનું નામ મેનપાટ છે. જેને મિની શિમલાથી કે છત્તીસગઢના શિમલા તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે દરિયાની સપાટીથી 3600 ફૂટની ઊંચાઈએ આવેલા આ ગામમાં મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. વિંધ્ય પર્વતની નજીક આવેલા આ ગામની સૌથી ખાસિયત એ છે કે, અહીંયા વધારે ગરમી પડતી નથી પણ ચોમાસું અને શિયાળો કંપાવી દે એવા છે અને એની મજા જ કઈક અલગ હોય છે.


શું છે ખાસિયત



આપણા રાષ્ટ્રગીતમાં એક સુંદર લાઈન છે. વિંધ્ય હિમાચલ યમુના ગંગા, એ વિંધ્ય પર્વત એટલેકે આ સુંદર જગ્યા. અનોખું ત્તિબેટીયન કલ્ચર અને શાંત વાતાવરણ વચ્ચે એક અદ્ભુત કુદરતી નજારો જોવા મળે છે. વર્ષ 1963માં પહેલી વખત લામાના ગુરૂઓ અહીં આવીને સ્થાયી થયા હતા. તેથી મેનપાટને મિની ત્તિબેટ પણ કહેવાય છે. અને આ બધુ સમગ્ર છત્તીસગઢમાં મેનપાટામાંના બૌદ્ધ મંદિરમાં જ જોવા મળશે. જ્યાં 2000થી વધું લામા રહે છે. જ્યારે 1959માં દલાઈ લામા સાથે 80,000 અનુયાયીઓ ભારતમાં આવ્યા હતા. હાલમાં 12000થી વધારે લામા ભારતમાં વસવાટ કરે છે.


આ પોઈન્ટની માણો મજા

અહીં વસતા લામા ખેતી કરવામાં પણ આગળ છે. જે નેપાલથી લાવેલા કુટુથી નામના પાકની ખેતી કરે છે. અને જ્યારે તેઓ ભારત આવ્યા હતા ત્યારે તેમને 3000 એકર જમીન ખેતી કરવા માટે આપવામાં આવી હતી. આ સિવાય અહીંયા ઝલઝલા પોઈન્ટની મજા માણવા જેવી છે, જ્યાં ત્યાની જમીન પર તમે કૂદકા મારશો તોજમીન હલવા લાગશે. એક સમયે અહીંથી નદી વહેતી હતી, એવું માનવામાં આવે છે. બીજી એક અહીંની માન્યતા છે કે ત્યાં એક જ્વાળામુખી પોઈન્ટ છે. ત્યા એક એવો વોટરફોલ વહે છે જે વાઘની ગર્જના કરતો હોય એવું લાગે છે. શિમલામાં પણ આવો નજારો જોવા મળશે.


chhota_shimla

કઈ સીઝનમાં જવુ યોગ્ય

ઉનાળામાં કડકડતી ગરમીથી બચવા માટે તમારે અહીં જવાનુ આયોજન કરવું જોઈએ પણ અહીં કુદરતી ક્રિએટિવિટી જોવા જેવી હોય છે અને એને જોવા માટે શિયાળમાં કે ચોમાસામાં એક વખત જરૂર જવુ જોઈએ. રસ્તા પર લીલુંછમ ઘાસ અને નદી-નાળા તમને સેલ્ફી લેવા મજબૂર કરી દે છે. વરસાદની સીઝનમાં અહીંયા સૌથી વધારે ઠંડકનો અનુભવ થાય છે. જે લોકો શિમલાના મોટા બજેટમાં જવા નથી માગતા તેમણે અહીં જઈને જગ્યાનો આનંદ લેવો જોઈએ.

કેવી રીતે જવુ

અહીં પહોંચવા રાયગઢ-કારબેલના રસ્તેથી 83 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. જ્યારે અંબિકાપુરથી તે 75 કિલોમીટર દૂર આવેલુ છે. રસ્તાની બન્ને તરફ લીલુછમ ઘાસ, લીલાછમ વૃક્ષો અહીંના કુદરતી દૃશ્યો ઘણા રમણીય છે. તે સિવાય ફિશિંગ પોઈન્ટ, મહેતા પોઈન્ટ જેવા ફરવાલાયક ઘણા પોઈન્ટની મજા માણી શકો છો. તો તમારે એક વાર જરૂર આવા કુદરતી દૃશ્યોની મજા માણવા જવું જ જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2019 04:18 PM IST | છત્તીસગઢ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK