બે યંગ વ્યક્તિ જ્યારે મૅરેજથી જોડાતી હોય છે ત્યારે તેમના પર પારાવાર જવાબદારીઓ પણ આવતી હોય છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
હમણાં એક કપલ મળ્યું. બન્ને બધી રીતે એકબીજા માટે મેડ-ફૉર-ઇચઅધર જેવાં અને એ પછી પણ બન્ને કાઉન્સિલિંગ માટે આવ્યાં હતાં. કોઈ એક વાત પર ક્યારેય બન્ને સહમત થાય નહીં અને એને લીધે ઝઘડો થાય. હવે ઝઘડાની માત્રા વધી ગઈ હતી. અલગ થવા વિશે ઑલમોસ્ટ બન્નેએ નક્કી કરી લીધું હતું અને તેમની વાતો સાંભળ્યા પછી એવું જ લાગતું હતું કે તેઓ અલગ થઈ જાય તો પણ એકબીજાને મિસ નહીં કરે. વાત કરતાં ખબર પડી કે બન્ને લિવ-ઇનમાં સાથે રહે છે.
લિવ-ઇન આમ તો વ્યક્તિગત વિષય છે, પણ આપણે ત્યાં દેખાદેખીના કારણે એનું પ્રમાણ વધ્યું છે. નવી જનરેશનનું માનવું છે કે લિવ-ઇન દરમ્યાન એકબીજાના પ્લસ-માઇનસ પૉઇન્ટ્સને વધારે નજીકથી જોઈને જીવનને કઈ દિશામાં લઈ જવું એ નક્કી કરવું સહેલું બને છે તો વડીલોનું કહેવું છે કે આ સગવડિયો ધર્મ છે. પૉઇન્ટ એ છે કે બેમાંથી સાચું કોણ અને કયા દૃષ્ટિકોણને અપનાવવો જોઈએ.
ADVERTISEMENT
બે યંગ વ્યક્તિ જ્યારે મૅરેજથી જોડાતી હોય છે ત્યારે તેમના પર પારાવાર જવાબદારીઓ પણ આવતી હોય છે અને ભારતીય લગ્નસંસ્થા જવાબદારીઓ સાથે જોડાયલી છે. લિવ-ઇનમાં રહેવાથી એ જવાબદારીમાંથી મુક્ત થવાતું હોય છે પણ સાથોસાથ લિવ-ઇનમાં રહેવાથી અંગત જીવન પરનાં સામાજિક બંધનો પણ છૂટી જતાં હોય છે. ફિઝિકલ નીડ જીવનમાં બહુ મહત્ત્વની છે. લગ્નને ટકાવવાનું કામ કરતાં અગત્યનાં કહેવાય એવાં જે છ પાસાં છે એમાંથી એક પાસું છે ઇન્ટિમેટ રિલેશનશિપ. હા, ફિઝિકલ રિલેશન લગ્નજીવનને સાચવવામાં મહત્ત્વનો રોલ નિભાવે છે તો સાથોસાથ ફિઝિકલ નીડને કારણે અમુક બાબતોમાં નમતું જોખવાનું કામ પણ પતિ-પત્ની સહજ રીતે કરી લેતાં હોય છે, જેને લીધે વ્યક્તિગત રીતે બન્નેનાં સ્વભાવ અને વિચારધારામાં બ્રૉડનેસ આવે છે જે બ્રૉડનેસનો અભાવ બોલ્ડ બનીને લીધેલી લિવ-ઇન રિલેશનશિપમાં સતત જોવા મળ્યો છે. જતું કરવું એ લગ્નજીવનનો પહેલો મંત્ર છે અને જતું નથી કરવું એ લિવ-ઇન રિલેશનશિપનો પાયો છે. જો જીવનભર સાથે રહેવું હોય, જતું કરવાનો ભાવ મનમાં સતત અકબંધ રાખવો હોય તો લગ્નજીવન શ્રેષ્ઠ માધ્યમ છે; પણ જો એવું ન કરવું હોય અને અંગત જીવનને પ્રાધાન્ય આપવાની માનસિકતા હોય તો લિવ-ઇન રિલેશનશિપ.