પ્લેઝર ઇમ્પોર્ટન્ટ છે, ટાઇમિંગ નહીં
કામવેદ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી એજ ૩૧ વર્ષની છે. અમારાં મૅરેજને બે વર્ષ થયાં છે, પણ આ બે વર્ષ દરમ્યાન ક્યારેય મારા અને મારા હસબન્ડનું એક્સાઇટમેન્ટ લેવલ એકસાથે અપર લેવલ પર નથી પહોંચ્યું. કાં તો તેનું ડિસ્ચાર્જ પહેલાં થઈ જાય અને કાં તો હું પહેલાં વેટ થઈ ગઈ હોઉં. મોટા ભાગે હું વેટ પહેલાં થઈ જાઉં અને એ પછી તે મૅસ્ટરબેટ કરીને પોતાનું પ્લેઝર મેળવી લે. મને અફસોસ થાય છે કે હું તેને મારી સાથે એક્સાઇટમેન્ટ લેવલ પર લઈ જઈ શકતી નથી. હું શું કરું કે જેથી અમારા બન્નેના પ્લેઝર ટાઇમ સાથે આવે અને બન્ને સાથે એન્જૉય કરીએ? ગોરેગામ
તમે કહેવાની હિંમત કરી છે, બાકી મોટા ભાગે કોઈ આ વાત કહેતું નથી કે પછી કહેવાની હિંમત નથી ધરાવતું. એવું પણ કહી શકાય કે કાં તો લોકોને હજી પણ આ વાતની સમજણ નથી આવી. ઍની વેઝ, મહત્ત્વની વાત પ્લેઝરની છે. તમે બન્ને અલગ-અલગ સમયાંતરે પ્લેઝર મેળવો છો એ સારી વાત છે. પ્લેઝર ઇમ્પોર્ટન્ટ છે, ટાઇમિંગ નહીં. હા, તમે એ ટાઇમ એક કરી શકો તો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી, પણ ફ્રૅન્ડ્લી સ્પીકિંગ એ એક યૌગિક પ્રકારની ક્રિયા છે, જેમાં તમે તમારા એક્સાઇટમેન્ટ લેવલને કન્ટ્રોલ કરીને વેટ થવાનું પાછળ ધકેલી શકો અને પાછળ ધકેલી દીધેલું એ એક્સાઇટમેન્ટ લેવલ એ જ સમયે તમે ફરીથી જાગૃત કરો જે સમયે તમારા હસબન્ડનું એક્સાઇટમેન્ટ લેવલ ટોચ પર હોય. લાંબા પ્રયાસ પછી અને એકધારા પ્રયાસ પછી જ આ શક્ય બની શકે એટલે તમે પ્રયાસ કરો, પણ એ ન થઈ શકે તો સંકોચ રાખ્યા વિના હર રાત, નઈ રાત માનીને આગળ વધતાં રહો.મોટા ભાગે તમે પહેલાં વેટ થાઓ છો એ તમારા હસબન્ડની ખાસિયત કહી શકાય. બાકી પુરુષ પોતાનું એક્સાઇટમેન્ટ જ ધ્યાનમાં રાખે એવું મોટા ભાગના કિસ્સામાં જોવા મળતું હોય છે. તમારી વેટનેસ પછી તમે હસબન્ડને મૅસ્ટરબેટ સમયે પૂરતો સાથ આપો, સહકાર આપો એ જરૂરી છે, જેથી તેની એ જર્ની અધૂરી ન રહે અને તમે પણ એ યાત્રાના સહયાત્રી બનીને એ આનંદ લઈ શકો.