નવી જનરેશનમાં આ વાત ઘણા લોકો પૂછતા થયા છે એટલે ડૉક્ટર તરીકે આ ચર્ચા બહુ અગત્યની નહોતી રહી, પણ હમણાં એક પેશન્ટ-કપલને મળવાનું થયું ત્યારે આ મુદ્દાની વિશેષતા અને ખાસ તો ગંભીરતા વધારે ઉજાગર થઈ.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નવી જનરેશનમાં આ વાત ઘણા લોકો પૂછતા થયા છે એટલે ડૉક્ટર તરીકે આ ચર્ચા બહુ અગત્યની નહોતી રહી, પણ હમણાં એક પેશન્ટ-કપલને મળવાનું થયું ત્યારે આ મુદ્દાની વિશેષતા અને ખાસ તો ગંભીરતા વધારે ઉજાગર થઈ. બન્યું એવું કે એક કપલ મળવા માટે આવ્યું. સામાન્ય રીતે બન્નેને સાથે સાંભળી લીધા પછી કોઈ પણ એક્સપર્ટ તેમના પ્રશ્નના આધારે તે બન્નેને પર્સનલી પણ સવાલ-જવાબ કરતા હોય છે. હસબન્ડ સાથે વાત કરી લીધા પછી એટલી ખબર પડી કે તેને આમ કોઈ પ્રશ્ન નથી, પણ તે સતત એવું ફીલ કરે છે કે ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન વાઇફ છે તે બહુ ઉતાવળમાં હોય છે, જેને લીધે હસબન્ડને એવી ફીલ પહોંચે છે કે જાણે તેઓ કોઈ મિશન પર નીકળ્યા હોય અને મિશન પૂરું થતાં જ તેમણે પાછા ફરી જવાનું છે.
હસબન્ડ પછી ટર્ન આવ્યો વાઇફની સાથે વાત કરવાનો. એ સમયે ખબર પડી કે ઇન્ટિમેટ રિલેશન માટે હસબન્ડ ટાઇમ કે સ્પૉટનો વિચાર સુધ્ધાં નથી કરતો અને હૉલથી માંડીને કિચન અને પોતાના બેડરૂમથી લઈને પેરન્ટ્સ કે નાનાં ભાઈ-બહેનના બેડરૂમમાં પણ તે પહેલ કરે છે. વાઇફની આર્ગ્યુમેન્ટ હતી કે જો થોડી વાર માટે તે લોકો બહાર ગયા હોય તો મારા મનમાં એ જ મુદ્દો વધારે મોટો હોય છે કે તે લોકો હમણાં આવશે અને નૅચરલી પુરુષપ્રધાન સમાજમાં માનસિકપણે આ જવાબદારી વાઇફના પક્ષમાં જ આવતી હોય છે. એ ૧૦૦ ટકા સાચું કે ઇન્ટિમેટ રિલેશનશિપમાં જેમ પોઝિશન છે એ અલગ અનુભવ આપવાનું કામ કરે છે એવી જ રીતે લોકેશન પણ બહુ મહત્ત્વનું કામ કરે છે. નવી જગ્યાએ બાંધવામાં આવતા પર્સનલ સંબંધો દરમ્યાન હૅપી હૉર્મોન્સનું પ્રમાણ વધતું હોય છે, પણ જો એ નવી જગ્યા ઘર હોય અને એમાં પણ સમયની સભાનતા કે મર્યાદાનું ધ્યાન ન રહેતું હોય તો એ ચોક્કસપણે ટેન્શન જન્માવવાનું કામ કરે છે.
ADVERTISEMENT
અહીં જે હસબન્ડની વાત કરીએ છીએ એ પ્રકારની આદત ઘણા હસબન્ડને હોય છે. મૅરેજના શરૂઆતના તબક્કે તો કદાચ આ પ્રકારની હરકત તમામ હસબન્ડે એકાદ વાર કરી જ હશે અને એમાં કશું ખોટું પણ નથી કે પછી એ કોઈ સાઇકોલૉજિકલ ડિસઓર્ડર પણ નથી. આરંભનો પ્રેમ ઉફાળા મારતો હોય એ સમજી શકાય, પણ આ સમજણની સાથોસાથ દુનિયાદારીની સમજણ અને પત્નીની માનસિકતાને સમજવાની માનસિકતા પણ જો તે કેળવે તો ચોક્કસ પત્ની પણ એ રિલેશનશિપમાં પૂરતી સહભાગી બની શકશે. અન્યથા આ આખી ઘટના પ્રાણીઓના સહવાસ જેવી બનીને રહી જશે.