મુંબઈના ડિટેક્ટિવ્સ પાસેથી જાણ્યું કે તેમની પાસે પ્રીવેડિંગ જાસૂસીની સર્વિસ માટે આવતા લોકોની શું ડિમાન્ડ હોય છે અને આવા કેસોમાં તપાસ દરમ્યાન કેવી-કેવી વાતો જાણવા મળે છે
પ્રતીકાત્મક તસવીર
જી હા, હવે ગ્રહો મેળવવા કરતાં પણ છોકરા કે છોકરીના કૅરૅક્ટરની તપાસમાં તેમણે કહેલી વાતો મળવી જરૂરી છે એ વાત ઘણા પરિવારોને સમજાઈ ગઈ છે અને એટલે જ મૅરેજની માર્કેટમાં ડિટેક્ટિવ્સની બોલબાલા વધી રહી છે. જેમ-જેમ લગ્નસંબંધમાં વિવિધ મૅટ્રિમોનિયલ સાઇટ અને ઑનલાઇન રિલેશનશિપનું ચલણ વધ્યું છે એમ તેમની સચ્ચાઈનાં પારખાંની જરૂરિયાત પણ ઊભી થઈ છે. અમે મુંબઈના ડિટેક્ટિવ્સ પાસેથી જાણ્યું કે તેમની પાસે પ્રીવેડિંગ જાસૂસીની સર્વિસ માટે આવતા લોકોની શું ડિમાન્ડ હોય છે અને આવા કેસોમાં તપાસ દરમ્યાન કેવી-કેવી વાતો જાણવા મળે છે