બેમાંથી એક પાર્ટનર મન મારીને સાથ આપે એનો અર્થ બિલકુલ એવો નથી કે એકમેકમાં લીન કરનારી એ પ્રક્રિયા વાજબી રીતે આગળ વધે છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
હજી ગયા વીકની જ વાત છે. બહુ નજીકની વ્યક્તિના રેફરન્સ સાથે એક ભાઈ મળવા આવ્યા. તે ભાઈનો પ્રશ્ન હતો એ આજના સમય મુજબનો હતો, પણ જો તમે થોડા પાછળ જાઓ તો તમને તેની વાત સાંભળીને થોડું વિઅર્ડ લાગી શકે.
તે ભાઈની કલ્પનાશક્તિ વધારે પ્રખર હતી અને તે એ કલ્પનાનો ઉપયોગ પોતાના પર્સનલ રિલેશનમાં વધારે કરતા. એ પણ ખરું કે વાત્સ્યાયને ફિઝિકલ રિલેશનની બોરિયત તોડવા માટે જ અલગ-અલગ આસનો સૂચવ્યાં છે, પણ મળવા આવ્યા હતા તે ભાઈ નિયમિત રીતે એ ફૅન્ટસીમાં રહેતા અને લગભગ રોજ અલગ-અલગ પ્રકારે પોતાના ફિઝિકલ રિલેશનને એન્જૉય કરતા. સ્વાભાવિક છે કે જો તેમને મજા આવતી હોય તો કોઈ એનો વિરોધ ન કરી શકે; પણ વાત અહીં મજાની નહીં, તેમના પાર્ટનરની હતી. તે ભાઈનું કહેવું હતું કે તેમની વાઇફ એ ફૅન્ટસીમાં સપોર્ટ આપવા રાજી નથી એટલે ઑલમોસ્ટ દર બે રાતે તે બન્નેને આ બાબતમાં ઝઘડો થાય. પછી ભાઈનો અવાજ સહેજ મોટો થાય એટલે વાઇફ સરેન્ડર કરીને તેમની ઇચ્છા પૂરી કરે.
ADVERTISEMENT
અહીં મુદ્દો તેમની વાઇફનો પણ આવે છે; પરંતુ એ વિષય અત્યારે અસ્થાને છે, કારણ કે આપણે આખી વાત આ ભાઈના પૉઇન્ટ ઑફ વ્યુથી જોવાની અને સમજવાની છે. કામસૂત્રમાં અલગ-અલગ આસનો દર્શાવવામાં આવ્યાં છે તો અનેક એવાં આસનો પણ છે જે કામસૂત્રમાં કહેવામાં ન આવ્યાં હોય પણ લોકોએ જાતે શોધી લીધાં હોય. પર્સનલ લાઇફને કંટાળાજનક ન બનાવવાના હેતુથી વ્યક્તિ કામસૂત્રનાં કે પછી પોતાને ફાવે એ પ્રકારનાં આસનોનો ઉપયોગ કરે એમાં વાંધો નહીં, પણ સેક્સ એ બે વ્યક્તિની ઇચ્છાથી થતી એવી પ્રક્રિયા છે જેમાં બન્નેની સહમતી બહુ જરૂરી છે.
બેમાંથી એક પાર્ટનર મન મારીને સાથ આપે એનો અર્થ બિલકુલ એવો નથી કે એકમેકમાં લીન કરનારી એ પ્રક્રિયા વાજબી રીતે આગળ વધે છે. ના, બિલકુલ નહીં. અંગત જીવનમાં ફૅન્ટસી નહીં પણ રિસ્પેક્ટ અને એકબીજાની ઇચ્છા-અનિચ્છા બહુ મહત્ત્વનાં છે. સામાન્ય જીવનમાં પણ જો વિચારભેદ હોય અને એને માન આપવામાં આવતું હોય તો અંગત જીવનના વિચારભેદને પણ માન આપવું જ રહ્યું. શક્ય છે કે સમજાવટથી વાત કરવામાં આવે અને પાર્ટનરના વિચારો બદલાય પણ અને ન પણ બદલાય, પણ જો એ વિચારોમાં પરિવર્તન ન આવે તો એને સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. સાતેક મહિના પહેલાં મધ્ય પ્રદેશમાં થયેલા એક ડિવૉર્સનું કારણ કંઈક આ જ પ્રકારનું હતું અને વાઇફે કોર્ટની વચ્ચે એ વાત કરી ત્યારે કોર્ટે પણ એ જ કહ્યું હતું કે કઈ ફિલ્મ જોવા જવી એ વાતમાં જ નહીં, આજે કયા પ્રકારે ઇન્ટિમેટ રિલેશનથી જોડાવાની બાબતમાં પણ વાઇફની ઇચ્છા એટલી જ મહત્ત્વની છે.