વાઇફ પૂરતી ઉત્તેજિત ન થાય અને છતાં સેક્સ માટે રાજી થઈ જાય એવી જાદુઈ છડી કોઈ વિકસાવી શક્યું નથી.
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૫૯ વર્ષ છે. છેલ્લાં દસેક વર્ષથી સેક્સ-લાઇફમાં ગરબડ થવાની શરૂઆત થઈ છે. પંદરથી વધુ વર્ષથી ડાયાબિટીઝ અને કૉલેસ્ટરોલની સમસ્યા છે અને એ માટે નિયમિત દવા ચાલુ છે. હાઈ બ્લડ-પ્રેશર માટેની દવા પાંચ વર્ષથી ચાલે છે. દવાઓ દ્વારા બધું જ અન્ડર-કન્ટ્રોલ હતું, પણ હવે દવાઓ ખાસ કામ નથી કરતી. હવે મને ઉત્તેજના આવવામાં અને ટકાવી રાખવામાં તકલીફ પડી રહી છે. પ્રેશર વધી જતું હોવાથી ડૉક્ટરે દવા બદલી છે. શું એને કારણે સમસ્યા થઈ શકે? મારી વાઇફને ફોરપ્લેથી ઉત્તેજિત કરવાની કોશિશ કરું એટલામાં તો ઉત્તેજના ચાલી જાય છે. તમે એવો કોઈ ઉકેલ બતાવી શકો જેથી મારી વાઇફને સેક્સમાં રસ પડે અને ફોરપ્લે સિવાય પણ તે સેક્સમાં સાથ આપવા તૈયાર થાય?
મીરા રોડ



