મૅસ્ટરબેશનથી પેનિસની સાઇઝ નથી વધતી કે નથી ઘટતી એટલે એ વાત સદંતર ખોટી છે એ સમજી લો
કામવેદ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારા મૅરેજને દસ વર્ષ થયાં છે. એ પહેલાં મૅસ્ટરબેશનની બહુ ગંદી આદત હતી, એને કારણે પેનિસની સાઇઝ નાની રહી ગઈ. વાઇફને સંતોષ આપવામાં અત્યાર સુધીમાં ક્યારેય તકલીફ પડી નહોતી. હમણાંથી મૅસ્ટરબેશન ઘટી ગયું છે અને એમ છતાં ઇન્ટિમેટ રિલેશન વખતે બે-ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. પેનિસની સાઇઝ કે ઉત્તેજનામાં પણ એટલો ઘટાડો નથી થયો. ઇન્ટરકોર્સ સરળતાથી થઈ શકે છે, પણ શીઘ્રપતનને કારણે પત્નીને સંતોષ નથી મળતો. ક્યારેક સવારે યુરિન પાસ કરતી વખતે બળતરા થાય છે અને એ પછી સફેદ ટીપાં જેવું નીકળે છે. ફૅમિલી-ડૉક્ટરની દવા લઉં છું, પણ સફેદ ટીપાં કે બળતરામાં કોઈ ફરક નથી. બોરીવલી
પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન જીવનના કોઈ પણ તબક્કે થઈ શકે છે. મૅસ્ટરબેશનની આદત હોવા ન હોવા સાથે એને કોઈ સંબંધ નથી. મૅસ્ટરબેશનથી પેનિસની સાઇઝ નથી વધતી કે નથી ઘટતી એટલે એ વાત સદંતર ખોટી છે એ સમજી લો. પેનિસ સ્નાયુનો બનેલો અવયવ છે અને એ સંકોચાઈ જાય છે એવી ભ્રમણા અનેક લોકોને સતાવતી હોય છે. તમે એ ખોટી માન્યતાને મનમાંથી કાઢી નાખો.
ADVERTISEMENT
માનસિક ઉચાટને કારણે પણ પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન થઈ શકે છે. પેનિસમાં યોગ્ય ઉત્તેજના આવતી હોય, પણ લાંબો સમય એ ટકી શકતી ન હોય તો એ માટેની સમાગમના એક કલાક પહેલાં લેવા માટે મેડિસિન આવે છે, પણ એ પહેલાં ફૅમિલી-ડૉક્ટર પાસે કમ્પ્લીટ ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે. તમે ફૅમિલી-ડૉક્ટરને કહેશો તો તે તમને મેડિસિન લખી પણ આપશે.
સવારે ઊઠીને ક્યારેક યુરિન પાસ કરતી વખતે જે બળતરા થાય છે એનું કારણ કદાચ તમે ઓછું પાણી પીતા હો એ હોઈ શકે. દિવસમાં અઢીથી ત્રણ લીટર પાણી પીવાનું રાખો. જરૂર પડ્યે ધાણા અને જીરું નાખી ઉકાળેલું પાણી ઠારીને પીઓ. એમ કરવાથી યુરિનરી ટ્રૅક્ટની બળતરા શાંત થશે. ત્રણેક દિવસ આ પ્રયોગ કરવા છતાં બળતરા ન શમે તો યુરિન રૂટીન અને કલ્ચર રિપોર્ટ કરાવી લેવો. ક્યારેક યુરિનરી ટ્રૅક્ટનું ઇન્ફેક્શન હોઈ શકે છે તો કબજિયાતને કારણે પણ સ્ટૂલ માટે જોર કરતી વખતે સફેદ ટીપાં પડી શકે છે.