ઉંમરને કારણે જો હૉર્મોન્સનું પ્રમાણ ઓછું થયું હોય તો આ તકલીફ થઈ શકે છે
કામવેદ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉંમરને કારણે હવે મારા શરીરમાં વીર્ય ઉત્પન્ન થતું નથી. પાંચ-છ મહિને સ્ખલન થાય ત્યારે માંડ થોડું નીકળે. શરૂઆતમાં વીર્ય યોગ્ય માત્રામાં નીકળતું, પણ પછી નબળાઈ અને દવાઓ ખાવાને કારણે એનું પ્રમાણ નહીંવત્ થઈ ગયું છે. મને ડાયાબિટીઝની સમસ્યા છે અને મેં બાયપાસ અને વાલ્વની સર્જરી કરાવી છે. કબજિયાતની સમસ્યાથી પણ પીડાઉં છું. મને વીર્ય ઉત્પન્ન થાય એ માટે ઉપાય બતાવશો જેથી હું શારીરિક સંબંધોનો પૂરો આનંદ ઉઠાવી શકું. ભાઇંદર
આપે ઉંમર નથી લખી એટલે સ્વાભાવિક રીતે અનુમાનના આધારે સમસ્યાને સમજવી પડે. અનુમાન અને તમે જે વર્ણન લખ્યું છે એના આધારે કહી શકાય કે તમારી ઉંમર પચાસ-પંચાવનથી તો વધારે હશે. એટલે તમે જે વીર્ય ઉત્પન્ન નહીં થવાની ફરિયાદ કરી છે એ આ ઉંમરે સહજ છે. ઉંમરને કારણે જો હૉર્મોન્સનું પ્રમાણ ઓછું થયું હોય તો આ તકલીફ થઈ શકે છે. સાથોસાથ તમે જે દવા લેતા હો એ પણ વીર્યની ઉત્પત્તિ પર આડઅસરરૂપ બનતી હોય એવું પણ બની શકે. તમારા કહેવા મુજબ તમને કબજિયાત રહે છે, જે વીર્યની ઉત્પત્તિમાં બાધારૂપ છે. આ બધાનો ઇલાજ છે, પણ તમારો યોગ્ય ઇલાજ કરવા માટે યોગ્ય માહિતી જાણવી પડે. એટલે બહેતર એ જ છે કે તમે ઇલાજ માટે કોઈ ડૉક્ટરને મળો અને તે જે સૂચવે એ મેડિસિન લેવાનું શરૂ કરો. પણ હા, કબજિયાત માટે તમે ઘરેલુ નુસખા વાપરી શકો છો.
ADVERTISEMENT
આ પણ વાંચો : મૅસ્ટરબેશનથી પેનિસ પરની સ્કિનમાં કાપા પડી જાય છે
કબજિયાત દૂર કરવા માટે હરડેનું ચૂર્ણ કે ગોળી લેવાનું શરૂ કરશો તો રાહત રહેશે. જમવામાં પણ રેચક પદાર્થ વધારી દેશો તો પણ કબજિયાતની તકલીફમાંથી તમે બહાર આવવા માંડશો. દરરોજ સવારે ગરમ પાણીના બે ગ્લાસ પીવાનો પણ ક્રમ બનાવી લો અને જૂની કબજિયાત હોય તો દિવસ દરમ્યાન ગરમ પાણીનું સેવન કરવાનું રાખો. આ ઉપરાંત તમે તમારા ખોરાકમાં લીલાં શાકભાજી ખાવાનું વધારી દો. લીલાં શાકભાજીમાં હૉર્મોનનું પ્રમાણ વધારે હોય છે. બે-ત્રણ મહિના આ પ્રયોગ કરશો તો તમારી તકલીફમાં તમને રાહત દેખાશે. બીજી વાત. એવું માનવું ગેરવાજબી છે કે વીર્ય આવે તો જ શારીરિક આનંદ મળે. સેક્સમાં ઉત્તેજના અને ચરમસીમા મહત્ત્વની છે. સેક્સ સમયે સ્ખલન ન થાય તો પણ ચરમસીમાનો આનંદ મળે એ જરૂરી છે.