પરિવારની દરેક વ્યક્તિ ઘરના સૌથી નાના સદસ્યને પોતાની રીતે લાડપ્યાર કરીને રાખવા માગે છે
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
બાળક નાનું હોય ત્યારે તેની સાથે આપણે શું કરીએ છીએ અને શું નહીં એ ખૂબ જ મૅટર કરતું હોય છે. હું અને મારા હસબન્ડ બન્ને આ બાબતે અવેર છીએ અને મારો દીકરો ચાર વર્ષનો થયો ત્યાં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. છેલ્લાં બે વર્ષથી અમે સંયુક્ત કુટુંબમાં છીએ એને કારણે તેના ટૅન્ટ્રમ્સ વધી ગયા છે. તેને ટોકીએ ત્યારે ઘરમાંથી બીજું કોઈક એનો પક્ષ લઈને આવી જાય અને બાળકને જે વાતની સમજણ આપવાની હોય એ બાજુએ રહી જાય. આવું વારંવાર બનવા લાગ્યું હોવાથી તેને એવું લાગે છે કે હું અને તેના પપ્પા બહુ સ્ટ્રિક્ટ છીએ. દાદી અને કાકી વધુ સારાં છે. આ વાત તેના વર્તનમાં છલકાવા લાગી છે. પહેલાં ઘરમાં ઓછા લોકો હતા એટલે તેને એકાંતમાં સમજાવવાનું સરળ હતું, પણ હવે એવું નથી. સાસુને લાગે છે કે હું ઓવરપઝેસિવ છું એટલે વારંવાર ચકમક ઝરે છે.
આમેય બાળકને મોટું કરવાનું કામ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું છે અને સંયુક્ત કુટુંબમાં આ વાત વધુ કઠિન છે. સમસ્યા આપણી વ્યવસ્થાઓમાં છે. પરિવારની દરેક વ્યક્તિ ઘરના સૌથી નાના સદસ્યને પોતાની રીતે લાડપ્યાર કરીને રાખવા માગે છે. તેમને લાગે છે કે તેઓ જે રીતે પુત્ર કે પૌત્રને રાખે છે કે શીખવે છે એ જ બેસ્ટ છે. સંયુક્ત કુટુંબની સમસ્યા એ છેકે બાળકને શું શીખવવું અને શું ન શીખવવું એ બાબતે મોટેરાંઓ વચ્ચે સર્વાનુમતિ નથી હોતી. જેનો ગેરફાયદો બાળકને થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સજાતીય છું, પણ મારે હૅપી ફૅમિલી જોઈએ છે
મને એવું લાગે છે કે સંતાનને લઈને જે બાબતો વિશે સૌથી વધુ કૉન્ફ્લિક્ટ્સ થતી હોય એ બાબતે ઘરના તમામ ઍડલ્ટ્સે ભેગા મળીને એકમત સાધવો જોઈએ. આ વાતની ચર્ચા વખતે ‘મારા’ બાળકને હું જ સારી રીતે સમજું છું એવી જીદ રાખવાને બદલે ‘આપણા’ બાળક માટે શું સારું છે અને શું નહીં એની ચર્ચા કરવી. ધારો કે દીકરાને ખોટા લાડ લડાવવાની બીજા કોઈનીયે આદત તમને ન ગમતી હોય તો એ વિશે પોલાઇટલી વાત કરવી અને છતાં તમારો મત દૃઢતા સાથે જણાવવો. આ ઉપરાંત બે કામ અવશ્ય કરો.
એક તો કોઈની હાજરીમાં બાળકને ટોકો નહીં. બીજું, જૉઇન્ટ ફૅમિલીમાં હોવાથી પેરન્ટ્સ અને સંતાનનો એકાંતનો સમય બહુ ઘટી જતો હોય છે. આવું કદી ન થવા દેવું. દીકરા સાથે મમ્મી-પપ્પાએ ક્વૉલિટી ‘અવર ટાઇમ’ ગાળવો મસ્ટ છે જે તમારા સંબંધોની નીંવને મજબૂત રાખશે.