નાહતી વખતે કોપરેલનાં બે-ત્રણ ટીપાં નાખી હળવા હાથે માલિશ કરીને સ્કિન પાછળ લેવાની કોશિશ કરશો તો કદાચ સફળતા પ્રાપ્ત કરી શકશો
કામવેદ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
હું ૨૪ વર્ષનો છું અને મને હમણાં-હમણાંથી પેનિસની ચામડી પાછળ લેવામાં તકલીફ પડે છે. મને પહેલેથી જ ફોરસ્કિન પાછળ ખેંચવાની આદત નહોતી અને મૅસ્ટરબેશન પણ ભાગ્યે જ કરતો હતો. હમણાંથી ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં પણ તકલીફ પડવા લાગી છે, પણ કૉન્ડોમથી સમસ્યા નથી રહેતી. જોકે મૅસ્ટરબેશન માટે જ્યારે પણ હું સ્કિન પાછળ લઉં ત્યારે મને સ્કિનમાં ચીરા પડે છે. છ-સાત દિવસ એમ જ રહેવા દઉં એટલે પાછું નૉર્મલ થઈ જાય. એટલે મૅસ્ટરબેશન પણ નથી થઈ શકતું. સમાગમ જેટલી ઉત્તેજના આપમેળે આવે અને ત્વચા પાછળ સરકાવું તોય બળતરા થાય અને ચીરા પડે જ છે. કૉન્ડોમ વાપરીને સમાગમ કરું તો એટલો વાંધો નથી આવતો, પણ મૅસ્ટરબેશન માટે હાથ લગાવું તો તકલીફ વધુ થાય છે. શું આ નૉર્મલ છે? ચીરા ન પડે એ માટે શું કરવું? બોરીવલી
બાળપણમાં પેનિસની ઉપરની ફોરસ્કિન પાછળ લેવાની આદત પાડી હોય તો પુખ્ત વયે સરળતા રહે છે. આ આદતથી માત્ર સમાગમમાં જ નહીં, પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતામાં પણ સારું રહે છે. તમે હજી પણ નાહતી વખતે કોપરેલનાં બે-ત્રણ ટીપાં નાખી હળવા હાથે માલિશ કરીને સ્કિન પાછળ લેવાની કોશિશ કરશો તો કદાચ સફળતા પ્રાપ્ત કરી શકશો. અવારનવાર આમ કરવાથી ફોરસ્કિન આગળ-પાછળ સરકતી થઈ શકે છે. સ્કિન પાછળ સરકાવતી વખતે વધુ જોર કરવું નહીં. ધારો કે ચીરા પડતા હોય તો ત્યાં દિવસમાં બે વાર ઍન્ટિ-બૅક્ટેરિયલ દવા લગાવવી. આખી સ્કિન પરાણે પાછળ જોરથી ખેંચીને મૅસ્ટરબેશન કરવાનું આ સમય દરમ્યાન ટાળવું. એક હકીકત એ પણ છે કે આખી સ્કીન નીચે આવે એ સમયની ફીલ નહીં પણ પેનિસની ઉપર રહેલી સ્કિન આગળ-પાછળ થવાથી મૅસ્ટરબેશનમાં આનંદ આવતો હોય છે. જો વારંવાર ચીરા પડવાનું ચાલુ જ રહે તો ડૉક્ટરને કન્સલ્ટ કરવા જરૂરી છે. આવા સંજોગોમાં ઘણી વાર સુન્નતનું ઑપરેશન અનિવાર્ય હોય છે. એમાં પણ ઘણા પ્લાસ્ટિક સર્જ્યનો માત્ર નીચેની ચામડી પર થોડો કાપો મૂકીને આગળની ચામડી સહેલાઈથી પાછળ સરકી શકે એવું ઑપરેશન પણ કરતા હોય છે. સુન્નત કરાવ્યા પછી આ સમસ્યા નહીં થાય.