એનાથી કોઈ નુકસાન થવાની શક્યતા નથી.
કામવેદ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારાં મૅરેજને બે વર્ષ થયાં છે. લવમૅરેજ છે. અમને બન્નેને ઓરલ સેક્સ ખૂબ ગમે છે. ઇન્ટરકોર્સ પહેલાં અચૂક અરસપરસ મુખમૈથુન કરીએ છીએ. ક્યારેક ઇન્ટરકોર્સની ઇચ્છા ન હોય તો હું હસબન્ડને ઓરલી સૅટિસ્ફૅક્શન આપું છું અને તેમને પણ એમાં મજા આવે છે. જોકે એ વખતે સીમેન મારા મોંમાં જાય છે. અનાયાસ આવું થઈ જાય તો ચાલે? મારા હસબન્ડને તો એમાં જ વધુ મજા આવે છે. જો હું સીમેન મારા મોંમાં જશે એ ડરે અધવચ્ચે જ મૂવમેન્ટ રોકી દઉં તો એ પછી હસબન્ડને ઑર્ગેઝમ આવતાં વાર લાગે છે. મહિનામાં એક-બે વાર આમ સીમેન મોંમાં જાય અથવા તો થોડુંક ગળાઈ જાય તો ચાલે? ઘણી વાર તે સીમેન મારા બ્રેસ્ટ પર પણ છોડે છે. તેમને એમાં પણ મજા આવે છે. આવું કરવામાં વાંધો નહીંને? ગોરેગામ
અસરપરસ ઓરલ સેક્સ કરવું એ જરાય નુકસાનકારક નથી. બલકે ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં ઓરલ સેક્સને ઉત્તમ વેરિયેશન ગણાવ્યું છે. એનાથી કોઈ નુકસાન થવાની શક્યતા નથી. તમારી વજાઇનાનું દ્રવ્ય તમારા પતિના મોંમાં કે પછી તમારા હસબન્ડનું સીમેન તમારા મોંમાં જાય તો એનાથી કોઈ નુકસાન નથી થતું. સીમેન તમારા મોંમાં જવાથી તમારા શરીર પર પણ કોઈ ઇફેક્ટ કે સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા નથી અને એવી જ રીતે સીમેન તમારા બૉડીના બાહ્ય પાર્ટમાં ક્યાંય જાય તો એ પણ જરાય નુકસાનકારક નથી.
ADVERTISEMENT
ઓરલ સેક્સ મૈથુનનો જ એક પ્રકાર છે. આ ઉપરાંત ફોરપ્લે, પ્લે કે આફ્ટરપ્લેમાં થતી ક્રિયાઓ જો બન્ને પાર્ટનરને ગમતી હોય તો એ સંબંધોને વધુ સ્ટ્રૉન્ગ બનાવે છે. જ્યારે તમને મન ન હોય ત્યારે પતિને ઓરલી સંતોષ આપવાનો બહુ જ સારો રસ્તો શોધ્યો છે. તમને સીમેનનો સ્વાદ પસંદ ન હોય કે પછી એ ગળામાં ઊતરતાં વૉમિટ જેવી ફીલ આવતી હોય તો એને મોઢામાં ભરી રાખીને તરત થૂંકી નાખી, પાણીના કોગળા કરી લેવા. અધવચ્ચે ઓરલ સેક્સ રોકી દેવાની જરૂર નથી.
ઓરલ સેક્સમાં રાચતાં કપલ્સે પોતાના પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા બાબતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. નિયમિત દિવસમાં બે વખત પ્રાઇવેટ પાર્ટને સહેજ હૂંફાળા પાણી અને સાબુથી સાફ કરીને ચોખ્ખો કરવાની આદત રાખવી. ઓરલ સેક્સ કરતાં પહેલાં પાણીથી પ્રાઇવેટ પાર્ટ સાફ કરેલો હોય એ જરૂરી છે.