માત્ર કૉન્ડોમનો પણ ઉપયોગ કરવા કરતાં બહેતર છે કે એ જગ્યાએ જેલી કે પછી સાદું કોપરેલનું તેલ લગાડવામાં આવે, જે ગુદા માર્ગના સ્નાયુને વધારે લચકદાર બનાવે.
કામવેદ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૬૦ વર્ષ છે, હું અનમૅરિડ છું અને રિટાયર ગવર્નમેન્ટ ઑફિ સર છું. થોડા સમયથી મને નિયમિત સેક્સવર્કર પાસે જવાની અને ગુદામૈથુન કરવાની આદત પડી છે. ગુદામૈથુન કરતી વખતે તે મારી પાસે પરાણે કૉન્ડોમનો ઉપયોગ કરાવે છે, એવી દલીલ કરે છે કે કૉન્ડોમ વિના ગુદામૈથુન કરીએ તો એઇડ્સ થવાની શક્યતા રહે છે, એવું હોય કે પછી તે એની બૅકના શેપના કારણે આવી દલીલ કરે છે, માર્ગદર્શન આપશો? મલાડ
તેની વાત સાચી છે. ગુદાના સ્થાનમાંથી જે બહાર આવે છે એ મળ બૉડીનું વેસ્ટ છે અને જંતુઓ હંમેશાં વેસ્ટ પ્રોડક્ટમાં જ રહે એટલે જો ગુદામુથૈન કરતી વખતે બહેતર છે કે કૉન્ડોમ વાપરવામાં આવે. એઇડ્સ જ નહીં, પણ એ સિવાયની બીમારીથી પણ કૉન્ડોમ બચાવશે. કૉન્ડોમ વાપરવાનું એક અન્ય કારણ પણ છે.
ADVERTISEMENT
ગુદાના ભાગના જે સ્નાયુઓ હોય છે એની પકડ યૌનીના સ્નાયુ કરતાં વધુ મજબૂત હોય છે, જેને લીધે જેટલી સહેલાઈથી લિંગ પ્રવેશ યૌનીમાં થાય છે એટલો સરળ પ્રવેશ ગુદામાં નથી થતો, જેને સરળ બનાવવાનું કામ લુબ્રિકેશન સાથેના કૉન્ડોમ કરે છે. માત્ર કૉન્ડોમનો પણ ઉપયોગ કરવા કરતાં બહેતર છે કે એ જગ્યાએ જેલી કે પછી સાદું કોપરેલનું તેલ લગાડવામાં આવે, જે ગુદા માર્ગના સ્નાયુને વધારે લચકદાર બનાવે.
ગુદામૈથુનથી એઇડ્સ કે પછી બીજી કોઈ પણ ઇન્ફેક્ટ બીમારીની શક્યતા ૯૦ ટકા વધી જતી હોય છે. પકડ ધરાવતાં સ્નાયુ સાથે લિંગના ઘર્ષણથી ન દેખાય એવા ચીરા પડવાની શક્યતા વધે છે, જે ચીરાની ખુલ્લી ત્વચામાંથી જંતુ સ્ત્રીમાંથી પુરુષમાં કે પછી પુરુષમાંથી સ્ત્રીમાં જઈ શકે છે અને એકબીજાને ઇન્ફેક્ટેડ કરી શકે છે માટે ગુદામૈથુનની જો આદત હોય તો કોઈ પણ જાતની દલીલ વિના કૉન્ડોમનો જ ઉપયોગ કરવો.
ગુદામૈથુનથી બૅકના એટલે કે હિપ્સના શૅપમાં ફરક આવી જાય એ માત્ર માન્યતા છે. એવું હોતું નથી એટલે એ તમારી ગેરમાન્યતા છે, જેને જાણીને કહેવું પડે કે તમારા કરતાં સેક્સની બાબતમાં એ સ્ત્રીની જાણકારી વધારે છે અને સાચી છે.