Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > આજથી આ સ્માર્ટ ફોન પર નહીં ચાલે વોટ્સએપ, જાણો તમારો ફોન પણ લિસ્ટમાં છે કે નહીં

આજથી આ સ્માર્ટ ફોન પર નહીં ચાલે વોટ્સએપ, જાણો તમારો ફોન પણ લિસ્ટમાં છે કે નહીં

Published : 01 November, 2021 08:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રિપોર્ટ અનુસાર, વોટ્સએપ 4.0.4 કે તેથી વધુ જૂના વર્ઝનવાળા એન્ડ્રોઇડ ફોન્સ માટે કામ કરશે નહીં.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક


વોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ વિશ્વભરમાં લગભગ દરેક વ્યક્તિ કરે છે. તેના જબરદસ્ત ફીચર્સ યુઝર્સને ઉત્તમ અનુભવ આપવા માટે પરફેક્ટ કહી શકાય તેવા છે. જોકે, તાજેતરમાં જ કંપનીએ જાહેરાત કરી છે કે WhatsApp 1 નવેમ્બર એટલે કે આજથી કેટલાક iOS અને Android મોબાઈલ પર કામ કરવાનું બંધ કરી દેશે.


વોટ્સએપે તેના બ્લોગમાં અગાઉ પણ કહ્યું છે કે વધુ સારો અનુભવ મેળવવા માટે Android અથવા iOSના લેટેસ્ટ સોફ્ટવેરનો ઉપયોગ કરવો આવશ્યક છે. જો તમે હજુ પણ જૂના મોબાઈલનો ઉપયોગ કરી રહ્યાં છો તો કદાચ તમારું વોટ્સએપ પણ આજથી ફોનમાં સપોર્ટ કરશે નહીં.



રિપોર્ટ અનુસાર, વોટ્સએપ 4.0.4 કે તેથી વધુ જૂના વર્ઝનવાળા એન્ડ્રોઇડ ફોન્સ માટે કામ કરશે નહીં. બીજી તરફ WhatsApp હવે iOS 9 અથવા તેના પહેલાના વર્ઝનને સપોર્ટ કરશે નહીં. આ સિવાય KaiOS 2.5.0 અને તેના પહેલાના ફોન પણ આ લિસ્ટમાં છે.


તમારો ફોન WhatsAppને સપોર્ટ કરશે કે નહીં તે કેવી રીતે ચેક કરવું?

સ્ટેપ 1: તમારા ફોનમાં સેટિંગ્સ પર જાઓ.


સ્ટેપ 2: હવે, અબાઉટ ફોન પર ક્લિક કરો.

સ્ટેપ 3: અહીં તમે જોઈ શકશો કે તમારા ફોન કયા વર્ઝન છે. જો તમારો ફોન ઉપરોક્ત સોફ્ટવેર પર ચાલી રહ્યો છે તો તમારે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

સ્ટેપ 4: જો તમારા ફોનને લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે, તો તેને અપડેટ કરો.

પરંતુ જો તમને કોઈ અપડેટ આવ્યું હોય તો તમારે લેટેસ્ટ OS સપોર્ટ સાથે નવો ફોન લેવો પડશે. જો તમે નવો ફોન લેવા જઈ રહ્યા હોવ તો તે પહેલા તમારે તમારી ચેટ્સનું બેકઅપ લેવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે એન્ડ્રોઇડ 4.0.4નું નામ આઈસક્રીમ સેન્ડવીચ છે, જે વર્ષ ૨૦૧૨માં લોન્ચ થયું હતું. અગાઉ વૉટ્સએપે એન્ડ્રોઇડ 2.3 એટલે કે જિંજરબ્રેડ પરથી પણ સપોર્ટ પાછો ખેંચ્યો હતો.

આ પણ વાંચો: આજથી ભંગાર બની જશે આ એન્ડ્રોઇડ વર્ઝન સાથેના મોબાઈલ ફોન

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2021 08:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK