આ ફીચરની મદદથી તમે તારીખના આધારે સર્ચ કરીને ખૂબ જૂના મેસેજ પણ સરળતાથી શોધી શકો છો. આ ફીચર iOS પર નવીનતમ WhatsApp 23.1.75 અપડેટ સાથે રજૂ કરવામાં આવ્યું છે
ફાઇલ તસવીર
વોટ્સએપે (WhatsApp) હાલમાં જ તેના યુઝર્સ માટે નવું `સર્ચ બાય ડેટ` (Search By Date) ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની (WhatsApp New Feature) ખાસિયત એ છે કે આની મદદથી તમે તારીખના આધારે સર્ચ કરીને ખૂબ જૂના મેસેજ પણ સરળતાથી શોધી શકો છો. આ ફીચર iOS પર નવીનતમ WhatsApp 23.1.75 અપડેટ સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ લેખમાં, અમે તમને જણાવીશું કે તમે તમારા iPhone પર આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. જોકે, આ ફીચર ત્યારે જ કામ કરશે જ્યારે તમે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યું હશે.
તારીખ દ્વારા કઈ રીતે શોધવો મેસેજ?
ADVERTISEMENT
- તમારા iPhone પર WhatsApp ઑપન કરો.
- હવે, કોઈપણ ચેટ ઑપન કરો જેમાં તમે કોઈ મેસેજ શોધવા માગો છો.
- હવે કૉન્ટેક્ટના નામ પર ટેપ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. અહીંથી તમે કોઈપણ મેસેજ સર્ચ કરી શકો છો. તમારે તે મેસેજના કીવર્ડ્સ દાખલ કરવા આવશ્યક છે.
- જો તમે કોઈ ચોક્કસ તારીખે મોકલેલા સંદેશને શોધવા માગતા હો, તો તમને તમારી સ્ક્રીનના જમણા ખૂણે કેલેન્ડર આઇકોન દેખાશે.
- કેલેન્ડર આઇકોન પર ટેપ કરવાથી તારીખ સિલેક્શન ટૂલ આવશે. તમે જે મેસેજ શોધી રહ્યાં છો તે શોધવા માટે વર્ષ, મહિનો અને તારીખ પસંદ કરો અને તે તારીખની ચેટ ખૂલી જશે.
આ પણ વાંચો: Google Doodle: ગણતંત્ર દિવસના અવસરે ગૂગલે શૅર કર્યું ભારતની છબી દર્શાવતું ડૂડલ
WhatsApp ઘણા અપડેટ્સ લાવ્યું છે
WhatsApp તેના પ્લેટફોર્મને બહેતર બનાવવા માટે નવા-નવા ફીચર્સ લાવતું રહે છે. તારીખ દ્વારા સર્ચ કરવા ઉપરાંત વોટ્સએપ વધુ એક ઉપયોગી ફીચર પણ લાવ્યું છે, જેમાં તમે પોતાને મેસેજ કરી શકો છો. આ ફીચરનું નામ છે મેસેજ યોરસેલ્ફ. આ ફીચરની મદદથી તમે વોટ્સએપ પર જ મહત્વપૂર્ણ નોટ્સ બનાવી અને સ્ટોર કરી શકો છો. વધુમાં, તમારે ઓનલાઈન દેખાવું છે કે નહીં તે પણ તમે સેટ કરી શકો છો. હવે એ તમારા હાથમાં છે કે તમને ‘ઓનલાઈન’ કોણ જોઈ શકશે. એટલું જ નહીં, હવે WhatsApp એક નવા ફીચર પર પણ કામ કરી રહ્યું છે, જેના પછી તમે ઓરિજિનલ ક્વૉલિટીમાં મીડિયા ફાઇલ્સ શૅર કરી શકશો.