પાણીના ટીપાઓની મદદથી આપ્યો પ્રેમનો સંદેશ
ગૂગલે બનાવેલું ડૂડલ
આજે ૧૪ ફેબ્રુઆરી એટલે કે ‘વેલેન્ટાઇન્સ ડે’ (Valentine’s Day). પ્રેમી યુગલો માટે આજના દિવસનું ખાસ મહત્વ હોય છે. આમ તો પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે કોઈ વિશેષ દિવસની જરુર નથી હોત। છતાંય આજનો એક દિવસ માત્ર પ્રેમને સમર્પિત કરવામાં આવ્યો છે. પ્રેમના આ તહેવારને વધુ ખાસ બનાવવા માટે ગૂગલ (Google)એ હરહંમેશ મુજબ એક વિશેષ ડૂડલ (Doodle) બનાવીને ઉજવણી કરી છે. ‘વેલેન્ટાઇન્સ ડે’ને સમર્પિત છે આજનું ગૂગલ ડૂડલ. જેમાં પાણીના ટીપાઓનું હૃદય બનાવીને પ્રેમનો સંદેશ આપ્યો છે.
આ પણ વાંચો - પ્રેમની પરિભાષાને લયમાં ઢાળતાં કવિઓને ગમે છે આ પ્રેમકવિતાઓ
ADVERTISEMENT
આજે વિશ્વભરમાં લોકો તેમના પ્રેમીઓ, મિત્રો અને પરિવારના સભ્યો માટે ભેટો, શુભેચ્છાઓ મોકલે છે અને સ્નેહ વ્યક્ત કરે છે. ત્યારે ગૂગલે પણ તેના યુર્ઝસને વેલેન્ટાઇન્સ ડેની શુભેચ્છા આપવાનું નક્કી કર્યું છે. આ અનોખા ડૂડલમાં પાણીના ટીપાને હૃદયના રૂપમાં ડિઝાઇન કર્યા છે અને દર્શાવવામાં આવ્યું છે કે, પાણીના બે ટીપા અલગ થઈને ફરી એક થાય છે ત્યારે દિલ બને છે.
ગૂગલે તેના આજના ડૂડલમાં દર્શાવ્યું છે કે, ‘વરસાદ હોય કે તડકો? શું તમે મારા થશો? આજના વેલેન્ટાઇન્સ ડેને ડૂડલ વર્ષના સૌથી રૉમેન્ટિક દિવસ તરીકે ઉજવે છે.’
આ પણ વાંચો - Valentine’s Day : કઈ રાશિના જાતકો પ્રેમમાં સફળ થાય છે? કોણ છેતરાય છે?
ગૂગલે આગળ કહ્યું, ‘શું તમે જાણો છો કે મધ્ય યુગ દરમિયાન, ઈંગ્લેન્ડ (England) અને ફ્રાન્સ (France) જેવા યુરોપિયન દેશો માનતા હતા કે ૧૪ ફેબ્રુઆરી પક્ષીઓ માટે સમાગમની મોસમની શરૂઆત છે? એટલે તેમણે આ ઇવેન્ટને પ્રેમ સાથે જોડી દીધું અને ટૂંક સમયમાં રૉમેન્ટિક તહેવારોની ઉજવણી શરુ થઈ. ૧૭મી સદીમાં આ તહેવાર વિશ્વભરમાં વધુ લોકપ્રિય બન્યો. આજે તમે તમારી માટે ભલે ગમે તે અપેક્ષા રાખી હોય પણ અમે આશા રાખીએ છીએ કે તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે આ વિશેષ દિવસની ઉજવણીનો આનંદ માણશો. વેલેન્ટાઇન્સ ડેની શુભેચ્છા.’