મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતે આ વાતની જાહેરાત કરી છે. તેમણે ફેસબૂક પર લખ્યું કે આજથી તમે અધિકતમ ચાર ફોનમાં એક સાથે એક જ વૉટ્સએપ અકાઉન્ટ લૉગઈન કરી શકો છો.
પ્રતીકાત્મક તસવીર
મેટાના સ્વામિત્વવાળા ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં સતત નવા-નવા અપડેટ આવતા રહે છે. હવે વૉટ્સએપે વધુ એક શાનદાર ફીચર્સને રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી એક જ વૉટ્સએપ અકાઉન્ટને એકસાથે ચાર ડિવાઈસ પર ઉપયોગ કરી શકાય છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતે આ વાતની જાહેરાત કરી છે. તેમણે ફેસબૂક પર લખ્યું છે કે આજથી તમે મેક્સિમમ ચાર ફોનમાં એક જ વૉટ્સએપ અકાઉન્ટમાં લૉગઈન કરી શકે છે.
મેટાના CEOએ કરી જાહેરાત
ADVERTISEMENT
વૉટ્સએપના નવા ફીચરને લઈને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આ જાહેરાત કરી છે. તેમણે ફેસબૂક પોસ્ટ પર લખ્યું, "આજથી તમે અધિકતમ ચાર ફોનમાં એક જ વૉટ્સએપ અકાઉન્ટમાં લૉગઈન કરી શકો છો." જણાવવાનું કે આ ફીચરને પહેા બીટા ટેસ્ટિંગ માટે ચકાસવામાં આવ્યું હતું, પણ હવે બધા યૂઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે.
એક જ અકાઉન્ટને ચાર ફોનમાં કરી શકાશે ઉપયોગ
વૉટ્સએપે `કમ્પેનિયન મોડ` ફીચરને રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સને મલ્ટી-ડિવાઈસનો સપોર્ટ મળશે. એટલે કમ્પેનિયન મોડ ફીચરની મદદથી યૂઝર્સને એક જ વૉટ્સએપ અકાઉન્ટને બીજા ડિવાઈસમાં પણ ઉપયોગ કરવામાં સરળતા થશે.
શું છે નવા ફીચરનો ફાયદો?
વૉટ્સએપના નવા ફીચરમાં દરેક લિન્ક્ડ ડિવાઈસ સ્વતંત્ર રીતે કામ કરશે, અને અહીં સુધી કે જ્યારે પ્રાઈમરી ડિવાઈસ પર કોઈ નેટવર્ક એક્સેસ નહીં હોય, તેમ છતાં યૂઝર્સ અન્ય સેકેન્ડરી ડિવાઈસ પર અકાઉન્ટ એક્સેસ કરી શકે છે. યૂઝર્સ મેસેજ રિસીવ કરવાથી લઈને મેસેજ મોકલી પણ શકશે. જો કે, આ નોંધનીય બાબત છે કે જો પ્રાઈમરી ડિવાઈસ લાંબો સમય સુધી ઇન એક્ટિવ રહે છે, તો વૉટ્સએપ ઑટોમેટિક રીતે બધા જ સેકેન્ડરી ડિવાઇસમાંથી લૉગ આઉટ થઈ જશે. જણાવવાનું કે ચાર અન્ય ડિવાઇસમાં ચાર સ્માર્ટફોન કે પીસી અને ટેબલેટ પણ સામેલ છે.
આ પણ વાંચો : માનહાનિ કેસમાં સૂરત કૉર્ટમાંથી રાહત ન મળતા ગુજરાત HC પહોંચ્યા રાહુલ ગાંધી
કેવી રીતે લિન્ક કરવા અન્ય ડિવાઈસ
વૉટ્સએપ અકાઉન્ટને અનેક રીતે લિન્ક કરી શકાય છે. જો તમે તમારા પ્રાઈમરી ડિવાઈસ સાથે અન્ય ડિવાઈસ પણ વૉટ્સએપ અકાઉન્ટને લિન્ક કરવા માગો છો તો તમારે સેકેન્ડરી ડિવાઈસના વૉટ્સએપ એપ્લિકેશનમાં જઈને પોતાનો ફોન નંબર નોંધાવવાનો રહેશે. હવે તમારા પ્રાઈમરી ડિવાઈસ પર આવેલ ઓટીપી નોંધવાનો રહેશે. આ રીતે પ્રાઈમરી ડિવાઇસ પર કોડ સ્કેન કરીને પણ અન્ય ડિવાઈસને લિન્ક કરી શકાય છે.