Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > હવે નહીં કરી શકાય બીમારીનું ખોટું બહાનું, AI ખોલશે ભેદ...જાણો કેવી રીતે કરશે કામ

હવે નહીં કરી શકાય બીમારીનું ખોટું બહાનું, AI ખોલશે ભેદ...જાણો કેવી રીતે કરશે કામ

Published : 11 April, 2023 03:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ આવ્યા બાદથી અનેક વસ્તુઓ બદલાઈ ગઈ છે. હવે જે લોકો ખોટા બહાના લઈને રજાઓ લે છે, તેમની મુશ્કેલીઓ હવે વધવાની છે. એઆઈ હવે અવાજ પરથી જાણી લેશે કે સામી વ્યક્તિને સરદી, ઉધરસ છે કે નહીં.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ આવ્યા બાદથી અનેક વસ્તુઓ બદલાઈ ગઈ છે. હવે જે લોકો ખોટા બહાના લઈને રજાઓ લે છે, તેમની મુશ્કેલીઓ હવે વધવાની છે. એઆઈ હવે અવાજ પરથી જાણી લેશે કે સામી વ્યક્તિને સરદી, ઉધરસ છે કે નહીં. બીમારીના બહાના કાઢીને રજા લેનારાઓના ભેદ હવે એઆઈ ખોલશે.


લોકો બીમારીનું બહાનું કાઢીને ઑફિસમાંથી રજા લઈ લેતા હોય છે. સરદી, ઉધરસ અને તાવનું બહાનું કાઢીને લોકો બૉસ પાસેથી રજા માગી લે છે, પણ હવે આ બહાનું કામ નહીં લાગે. બીમારીના બહાને રજા લેનારાની પોલ હવે ખુલી જશે. આ પ્રકારના બહાના કાઢીને રજા લેનારાના ભેદ એઆઈ (Artificial intelligence) ખોલી દેશે. જ્યારથી ચેટ જીપીટી (ChatGPT), ઓપન એઆઈ (OpenAI), ગૂગલ બાર્ડ (Google Bard) જેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ આવ્યા છે જે રોજ નવી વસ્તુઓ સામે આવી રહી છે. જે એઆઈ પોતાના કામને સરળ બનાવે છે, હવે તો કેટલાક લોકો માટે આ ગળાની ફાંસ બની જશે. અત્યાર સુધી લોકો એઆઈનો ઉપયોગ પોતાના કામને સરળ બનાવવા માટે કરી રહ્યા હતા, પણ હવે એઆઈ તેમના ભેદ ખોલી દેશે.



બહાનેબાજી નહીં ચાલે
એક રિસર્ચમાં આ વાત સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે AI અવાજની મદદથી એ માહિતી મેળવવામાં સક્ષમ હશે કે સામી વ્યક્તિને સરદી, ઉધરસ કે તાવ છે કે નહીં. આ ટેક્નિકની મદદથી લોકની સરદી, ઉધરસની માહિતી મેળવવામાં મદદ મળશે. જો કે, આ ટેક્નિક એ લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, જે સરદી, ઉધરસનું બહાનું કાઢીને વારં-વાર ઑફિસમાંથી રજા લે છે. એવા લોકો માટે AIના આ ટૂલ મુશ્કેલી વધારનારા છે.


આ પણ વાંચો : Noida Barમાં રામાયણના સંવાદો પર દારૂના નશામાં ધૂત લોકોએ કર્યો ડાન્સ, કેસ દાખલ

કેવી રીતે કરશે કામ?
એક રિસર્ચ પ્રમાણે AI તમારા અવાજના ટોનને ઓળખીને જણાવી દેશે કે તમને ખરેખર સરદી, ઉધરસ છે કે નહીં. રિસર્ચમાં કેટલાક લોકોના વૉઈસ પેટર્ન પર સ્ટડી કરવામાં આવી છે. આ લોકો એવા હતા, જે કહી રહ્યા હતા કે તેમને સરદી છે. પણ આ રિસર્ચમાં ફક્ત 111 લોકોમાં એવા નીકળ્યા, જેમને ખરેખર સરદી ઉધરસ હતા. ટેસ્ટ દરમિયાન લોકોના વોકલ પેટર્નને ટેસ્ટ કરવામાં આવ્યા. હોર્મોનિક્સનો ઉપયોગ કરીને એ શોધવામાં આવ્યું છે કે ખરેખર તાવ કે સરદી છે કે નહીં. જેમને ખરેખર સરદી અથવા ઉધરસ હોય છે, તેમની વોકલ પેટર્ન ઈર્રેગ્યુલર હોય છે. આ ટેક્નિકનો ઉપયોગ કરીને  વ્યક્તિ બીમાર છે કે નહીં તેની તપાસ કરી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2023 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK