આ કિસ્સામાં સાયબર સુરક્ષા કંપની ક્રાઉડ સ્ટાઇકે એક અપડેટ બહાર પાડ્યું હતું, જેના પછી એમએસ વિન્ડોઝ (Microsoft Windows Outage) પર ચાલતા તમામ કમ્પ્યુટર્સ અને લેપટોપ અચાનક ક્રેશ થઈ રહ્યા છે
તસવીર: એક્સ
આજે, સમગ્ર વિશ્વમાં માઇક્રોસોફ્ટ વપરાશકર્તાઓ તેમના કમ્પ્યુટર્સ અને લેપટોપમાં વિન્ડોઝ સમસ્યાઓ (Microsoft Windows Outage)નો સામનો કરી રહ્યા છે. લોકો તેમના કૉમ્પ્યુટર અને લેપટોપ પર બ્લુ સ્ક્રીન ઑફ ડેથ (BSOD)ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના કારણે ઘણી વખત સિસ્ટમ રિસ્ટાર્ટ થઈ રહી છે. આવી સ્થિતિમાં યુઝર્સ માટે તેમનું કામ કરવું મુશ્કેલ બની ગયું છે.
આ કિસ્સામાં સાયબર સુરક્ષા કંપની ક્રાઉડ સ્ટાઇકે એક અપડેટ બહાર પાડ્યું હતું, જેના પછી એમએસ વિન્ડોઝ (Microsoft Windows Outage) પર ચાલતા તમામ કમ્પ્યુટર્સ અને લેપટોપ અચાનક ક્રેશ થઈ રહ્યા છે. કામ કરતી વખતે લેપટોપ અચાનક બંધ થઈ જાય છે. સ્ક્રીન પર એક સંદેશ દેખાય છે જેમાં લખવામાં આવ્યું છે – “કોમ્પ્યુટર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેને ફરી શરૂ કરવાની જરૂર છે.” આ પ્રક્રિયાને બ્લુ સ્ક્રીન ઑફ ડેથ (BSOD) કહેવામાં આવે છે.
ADVERTISEMENT
માઈક્રોસોફ્ટ વપરાશકર્તાઓ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે?
માઈક્રોસોફ્ટ વિન્ડોઝ (Microsoft Windows Outage)માં આ સમસ્યાને કારણે કંપની સંબંધિત ઘણી સેવાઓને અસર થઈ છે. વપરાશકર્તાઓ માઇક્રોસોફ્ટ 360, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, માઇક્રોસોફ્ટ એઝર, માઇક્રોસોફ્ટ સ્ટોર અને માઇક્રોસોફ્ટ ક્લાઉડ-સંચાલિત સેવાઓમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
માઈક્રોસોફ્ટ 365માં ખરાબીના 900થી વધુ અહેવાલો સામે આવ્યા છે. 74 ટકા વપરાશકર્તાઓ માઇક્રોસોફ્ટ સ્ટોર પર લૉગિન કરવામાં સક્ષમ નથી. જ્યારે 36 ટકા યુઝર્સ એપમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સિવાય કંપની સંબંધિત અન્ય પ્લેટફોર્મ પર પણ સમસ્યાઓની જાણ થઈ રહી છે.
ઍરલાઈન્સની ચેક-ઈન સિસ્ટમ પણ ડાઉન
માઈક્રોસોફ્ટની BSOD સમસ્યાથી દેશભરની ઘણી ઍરલાઈન્સ પણ પ્રભાવિત થઈ છે. વાસ્તવમાં, આ સમસ્યાને કારણે દેશભરમાં ઈન્ડિગો, અકાસા અને સ્પાઈસજેટ ઍરલાઈન્સની ચેક-ઈન સિસ્ટમ ડાઉન થઈ ગઈ હતી. GoNowએ જણાવ્યું કે, સવારે 10:45 વાગ્યાથી ચેક-ઇન સિસ્ટમ વૈશ્વિક સમસ્યા અનુભવી રહી છે, જેથી શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઍરલાઇન્સ માઇક્રોસોફ્ટ સાથે કામ કરી રહી છે. દિલ્હી ઍરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે, ટર્મિનલ-3 પર ફ્લાઇટ સેવાઓ પર કોઈ મોટી અસર થઈ નથી, પરંતુ તેની અસર ટર્મિનલ-2 પર દેખાઈ રહી છે. ઍરલાઇન્સ કંપનીઓ મેન્યુઅલ પ્રક્રિયાને અનુસરી રહી છે.
અકાસા ઍરલાઈન્સે કહ્યું કે, અમારી કેટલીક ઑનલાઈન સેવાઓ જેમ કે, બુકિંગ, ચેક-ઈન અને બુકિંગ મેનેજમેન્ટ આ સમસ્યાથી પ્રભાવિત થઈ છે. અસ્થાયી રૂપે તેનો ઉપયોગ કરી શકશે નહીં. હાલમાં અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓનું પાલન કરીએ છીએ. તેથી તાત્કાલિક મુસાફરીનું આયોજન કરતા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અમારા કાઉન્ટર પર ચેક-ઇન કરવા ઍરપોર્ટ પર વહેલા પહોંચી જાય.