Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > આઇફોનમાં 5Gનો ઉપયોગ કરવા માટે શું કરશો?

આઇફોનમાં 5Gનો ઉપયોગ કરવા માટે શું કરશો?

Published : 11 November, 2022 05:06 PM | IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ઍપલ દ્વારા જનરલ પબ્લિક માટે ડિસેમ્બરમાં 5G સર્વિસ લૉન્ચ કરવામાં આવી શકે છે, પરંતુ યુઝર્સ એ પહેલાં પણ એનો ઉપયોગ કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર

ટેક ટૉક

પ્રતીકાત્મક તસવીર


નરેન્દ્ર મોદી દ્વારા જ્યારથી 5Gને ઇન્ડિયામાં લૉન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી દરેક કંપની પર આ સર્વિસ લૉન્ચ કરવા માટે પ્રેશર આપવામાં આવી રહ્યું છે. વન પ્લસ અને મોટરોલા જેવી કંપનીઓએ તેમની ઑપરેટિંગ સર્વિસમાં 5G અનેબલ કરવા માટે ફેઝ વાઇઝ અપટેડ મોકલવાનું શરૂ કરી દીધું છે. સૅમસંગ, વિવો અને ઑપ્પો જેવી કંપનીઓ પણ આ હરોળમાં છે. જોકે ઍપલે હજી સુધી એની સર્વિસ શરૂ કરી. જોકે આઇફોન યુઝર્સને હાલમાં 5G સર્વિસનો ઉપયોગ કરવો હોય તો પણ તેઓ કરી શકે છે. ઍપલ દ્વારા બીટા વર્ઝનને રિલીઝ કરવામાં આવ્યું છે, જેના દ્વારા 5Gનો ઉપયોગ કરી શકાય છે.


શું છે આ બીટા વર્ઝન? | ઍપલ દ્વારા સૌથી પહેલાં તેમના નવા અપડેટ ડેવલપર્સને આપવામાં આવે છે. ત્યાર બાદ તેઓ એમાં જે-જે ખામી હોય એની નોંધ કરે છે અને ત્યાર બાદ એને રજિસ્ટર્ડ જનરલ પબ્લિક માટે રિલીઝ કરવામાં આવે છે. તમામ જનરલ પબ્લિક પહેલાં આ રજિસ્ટર્ડ જનરલ પબ્લિક બીટા વર્ઝનનો ઉપયોગ કરી શકે છે.



બીટા વર્ઝનનો ઉપયોગ કરવાનો ફાયદો શું? | આ બીટા વર્ઝનનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમામ જનરલ યુઝર્સ પહેલાં આ રજિસ્ટર્ડ યુઝર્સ નવાં ફીચર્સનો ઉપયોગ કરી શકે છે એટલું જ નહીં, આ નવાં ફીચર્સનો ઉપયોગ કરતી વખતે તેમને જે પણ આપત્તિ આવે એ સીધું ઍપલને જણાવી શકે છે. આ માટે એક ફીડબૅક ઍપ્લિકેશન આપી હોય છે. એમાં જઈને યુઝર્સ જે પ્રૉબ્લેમ હોય એનો ફીડબૅક આપી શકે છે. આ તમામ પ્રૉબ્લેમનું સમાધાન થાય ત્યાર બાદ એને જનરલ વ્યક્તિ માટે લૉન્ચ કરવામાં આવે છે. ઍપલ એની 5G સર્વિસ ઇન્ડિયામાં ડિસેમ્બરમાં લૉન્ચ કરશે એવું પ્લાનિંગ છે. જોકે આ રજિસ્ટર્ડ યુઝર્સ હાલમાં બીટા વર્ઝન દ્વારા 5Gનો ઉપયોગ કરી શકે છે. આથી એક મહિનો ઍડ્વાન્સમાં યુઝર્સને આ સર્વિસનો ઉપયોગ કરવા મળી શકે છે. જોકે આ 5G આઇફોન 12 બાદના દરેક મૉડલમાં ચાલશે. એ પહેલાંના મૉડલમાં 5G સર્વિસનો લાભ નહીં લઈ શકાય.


કેવી રીતે રજિસ્ટર કરશો બીટા સૉફ્ટવેર માટે? | આ માટે સૌથી પહેલાં beta.apple.com પર જવું પડશે. આ વેબસાઇટ પર ગયા બાદ સાઇન અપ પર ક્લિક કરીને ઍપલ આઇડી અને પાસવર્ડ નાખવાનાં રહેશે. ત્યાર બાદ ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સને ઍક્સેપ્ટ કર્યા બાદ એનરોલ કરવા માટેની એક લિન્ક હશે. એ લિન્ક પર ક્લિક કરતાં સફારીમાં એ ઓપન થશે અને ત્યાર બાદ એક પ્રોફાઇલને ઇન્સ્ટૉલ કરવા માટે કહેવામાં આવશે. બની શકે કેટલાક યુઝરને ફરી ઍપલ આઇડી અને પાસવર્ડ નાખવા માટે પૂછવામાં આવે. આ પ્રોફાઇલ ઇન્સ્ટૉલ થઈ ગયા બાદ યુઝર સેટિંગ્સમાં જઈને જનરલમાં જઈને સૉફ્ટવેર અપડેટમાં જઈને બીટા વર્ઝનને ઇન્સ્ટૉલ કરી શકે છે. જોકે આ પહેલાં યુઝરે તેના તમામ ડેટાનું બૅકઅપ અવશ્ય લઈ લેવું. બીટા વર્ઝન હોવાથી ફોન બરાબર ન ચાલે અથવા તો મેજર બગ ઇશ્યુ પણ આવે એ બની શકે છે.

કઈ-કઈ કંપની આપી રહી છે 5G સર્વિસ? | દશેરાના દિવસે જિયોએ ચાર મેટ્રો શહેરમાં 5G સર્વિસ શરૂ કરી હતી. તેમ જ એણે ડિસેમ્બર સુધીમાં વધુ શહેરોને કવર કરવાની જવાબદારી પણ ઉઠાવી હતી. ઍરટેલ દ્વારા પણ આ 5G સર્વિસ આપવામાં આવી રહી છે. તેઓ હાલમાં ભારતમાં આઠ શહેરમાં આ સર્વિસ આપી રહ્યા છે. જોકે વર્ષના અંત સુધીમાં દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, ગુડગાંવ, ચંડીગઢ, બૅન્ગલોર, અમદાવાદ, જામનગર, હૈદરાબાદ, પુણે, લખનઉ અને ગાંધીનગરમાં આ સર્વિસ કાર્યરત થશે. વોડાફોન-આઇડિયા દ્વારા હજી સુધી તેઓ ક્યારે આ સર્વિસ આપશે એની જાહેરાત કરવામાં નથી આવી.


ખરેખર 5G છે ફાસ્ટ?

5G 30થી લઈને 300 GHz પર કામ કરે છે. ફ્રીક્વન્સી હાઈ હોવાથી ડેટા ટ્રાન્સફર સ્પીડ પણ વધુ મળે છે. 5Gની સ્પીડ 100 મેગાબાઇટ પ્રતિ સેકન્ડથી 20 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડની વચ્ચે છે. આ 5G સર્વિસ લો, મિડ અને હાઈ બૅન્ડ સ્પેક્ટ્રમ પર કામ કરે છે. લો બૅન્ડ સ્પેક્ટ્રમમાં સિગ્નલની રેન્જ વધુ હોય છે, પરંતુ સ્પીડ ઓછી હોય છે. આથી આ સ્પેક્ટ્રમમાં સિગ્નલનો ઉપયોગ થતો હોય ત્યારે ઇન્ટરનેટની સ્પીડ 100 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ હોઈ શકે છે. જોકે એમ છતાં પણ એ લૉન્ગ-ટર્મ ઇવલ્યુશન એટલે કે LTE એટલે કે 4G કરતાં પણ વધુ હશે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે ઇન્ડિયામાં આ સ્પીડ મળી શકશે ખરી? આ સવાલનો જવાબ આપવો થોડો અઘરો છે, પરંતુ એટલો મુશ્કેલ પણ નથી. અઘરો એટલા માટે કારણ કે કઈ કંપનીની સર્વિસ છે એના પર ડિપેન્ડ કરે છે. 5G સર્વિસ માટે નેટવર્કનું કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ નવી ટેક્નૉલૉજીને અનુરૂપ હોવું જરૂરી છે. જો કંપની 4Gના નેટવર્કનો ઉપયોગ કરી 5Gની સર્વિસ આપશે તો સ્પીડ અને નેટવર્ક કનેક્ટિવિટી બન્નેમાં પ્રૉબ્લેમ જોવા મળશે. જોકે જિયો બીજી તરફ દાવો કરી રહ્યું છે કે તેમનું ટ્રૂ-5G છે. એટલે કે તેમણે આ નેટવર્ક માટે નવી ટેક્નૉલૉજી અને નવા નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કર્યો છે. જો તેમણે ખરેખર આ કર્યું હોય તો તેમના નેટવર્ક અને ડેટા સ્પીડની ગુણવત્તા અન્ય કંપની કરતાં સારી હશે. જોકે આ નવા નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કંપનીને ઘણો ખર્ચ થાય છે. આથી જ વોડાફોન-આઇડિયાએ હજી સુધી જાહેર નથી કર્યું કે તેઓ કેવી રીતે તેમની આ સર્વિસ પૂરી પાડશે.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2022 05:06 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK