આલ્ફાબેટ કંપનીના CEO અને તેની પેટાકંપની Google LLCના CEO સુંદર પિચાઈએ પુષ્ટિ કરી છે કે ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે દરેક વ્યક્તિ માટે ટૂંક સમયમાં બાર્ડ લોન્ચ કરવામાં આવશે
ફાઇલ તસવીર
આ દિવસોમાં ટેકનોલોજીની દુનિયામાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ જ્યાં ચેટજીપીટી (ChatGPT)એ તેના પ્રશ્નોના જવાબ આપવાની ઝડપ અને સચોટતાથી લોકોના હોશ ઉડાવી દીધા છે, તો બીજી તરફ હવે તેની સાથે સ્પર્ધા કરવા માટે ગૂગલ પણ પોતાનો ચેટબોટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ChatGPTને ટક્કર આપવાની તૈયારી સાથે વિશ્વની દિગ્ગજ ટેક કંપની ગૂગલ (Google) તેના એઆઈ (AI) પર ઝડપથી કામ કરી રહ્યું છે. ગૂગલે તેના ચેટબોટને ‘બાર્ડ’ (Bard) નામ આપ્યું છે. યુઝર્સના પ્રતિભાવો માટે બાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તે તમામ માટે શરૂ કરવામાં આવશે.
આલ્ફાબેટ કંપનીના CEO અને તેની પેટાકંપની Google LLCના CEO સુંદર પિચાઈ (Sundar Pichai)એ પુષ્ટિ કરી છે કે ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે દરેક વ્યક્તિ માટે ટૂંક સમયમાં બાર્ડ લોન્ચ કરવામાં આવશે. હાલમાં, કંપનીએ તેને ફીડબેક માટે શરૂ કર્યું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું કે, કંપની યુઝર્સના ફીડબેક લેવા માટે બાર્ડ નામની વાતચીતની એઆઈ સર્વિસ શરૂ કરી રહી છે. પરીક્ષણ પૂર્ણ થયા બાદ તેને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: તો શું ChatGPT હર મર્ઝ કી દવા છે, એમ?
ChatGPT Google માટે ખતરો બની ગયું
આ સિવાય ગૂગલ તેના સર્ચ એન્જિનમાં AI ફીચર્સ ઉમેરવાની યોજના પર કામ કરી રહ્યું છે. સીઈઓ અનુસાર, બાર્ડ શરૂઆતમાં LaMDAના લાઇટ વર્ઝન પર કામ કરશે. જેના માટે ઓછા કોમ્પ્યુટિંગ પાવરની જરૂર પડે છે, જેથી વધુને વધુ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે. ગયા વર્ષના અંતે, ઓપન એઆઈએ માઈક્રોસોફ્ટના સમર્થન સાથે ચેટજીપીટી લોન્ચ કર્યું હતું, જે થોડા દિવસોમાં ગૂગલ જેવી ટેક કંપની માટે ખતરો બની ગયું છે,પરંતુ હવે ગૂગલ પણ ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે ઝડપથી તૈયારીઓ કરતી દેખાય છે.