Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Google Chrome: યુઝર્સ થઈ જાઓ સાવધ, સરકારે આપી છે ચેતવણી, જલ્દી કરો આ કામ

Google Chrome: યુઝર્સ થઈ જાઓ સાવધ, સરકારે આપી છે ચેતવણી, જલ્દી કરો આ કામ

13 October, 2023 12:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Google Chrome : સરકારે એક ખાસ એડવાઈઝરી પણ જારી કરી છે. આ એડવેઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ગૂગલ ક્રોમમાં ઘણી બધી ખામીઓ છે. સરકારની સુરક્ષા એજન્સી કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ આ બાબતે સૌને સાવધ કર્યા છે.

ગૂગલ ક્રોમના લોગોની ફાઇલ તસવીર

ગૂગલ ક્રોમના લોગોની ફાઇલ તસવીર


ગૂગલ ક્રોમ (Google Chrome) યુઝર્સ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ માટે સરકારે એક ખાસ એડવાઈઝરી પણ જારી કરી છે. આ એડવેઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ગૂગલ ક્રોમમાં ઘણી બધી ખામીઓ છે. સરકારની સુરક્ષા એજન્સી કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ આ બાબતે સૌને સાવધ કરતાં જણાવ્યું છે કે કે વિશ્વભરના કરોડો ગૂગલ ક્રોમ (Google Chrome) યુઝર્સે સાવધાન રહેવાની જરૂર છે. કારણકે ગૂગલ ક્રોમમાં ઘણી બધી ખામીઓ છે જે યુઝર્સના ડેટા અને સિસ્ટમને ખરાબ રીતે અસર કરી શકે છે.


CERT-In એ આ બાબતને ખૂબ જ મોટું જોખમ ગણાવી છે. સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગૂગલ ક્રોમની આ ખામીઓ પર કામ કરવામાં આવી રહ્યું છે જેથી યુઝર્સને જોખમમાંથી દૂર કરી શકાય. પ્રાપ્ત અહેવાલો અનુસાર CERT-Inએ આ અંગે ગૂગલને જાણ કરી છે. હેકર્સ યુઝરના ડિવાઈસમાં કોડને એક્ઝિક્યુટ કરીને અને સુરક્ષાને બાયપાસ કરવાનું કામ કરે છે. જેના કારણે યુઝરની અંગત માહિતી લીક થઈ જાય છે અને હેકર્સ તેનો દુરુપયોગ કરે છે.



સાયબર એટેકનું પણ જોખમ થઈ શકે છે. 


Google Chrome બ્રાઉઝરમાં ઘણી સુરક્ષા ખામીઓ છે જે સાયબર હુમલાખોરને તમારા કમ્પ્યુટર પર નિયંત્રણ મેળવવામાં મદદ કરી શકે છે. આ નબળાઈઓમાં `પ્રોમ્પ્ટ`, `વેબ પેમેન્ટ્સ API`, `SwiftShader`, `Vulkan`, `Video` અને `WebRTC`નો સમાવેશ થાય છે. આ સાથે એ પણ ખાસ જાણવાલાયક છે કે હુમલાખોરો વીડિયોમાં હીપ બફર ઓવરફ્લો અથવા PDFમાં ઇન્ટીજર ઓવરફ્લોનો પણ ઉપયોગ કરી શકે છે. વપરાશકર્તાઓ માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે હુમલાખોરો વપરાશકર્તાને કોઈપણ દૂષિત વેબસાઇટ પર લઈ જાય છે જે સંવેદનશીલ ડેટાની ચોરી તરફ દોરી શકે છે.

આ જોખમમાંથી કેવી રીતે બચી શકાય છે?


સાયબર ક્રાઇમથી સુરક્ષિત રહેવા માટે CERT-Inએ વપરાશકર્તાઓને શક્ય તેટલી વહેલી તકે `Google Chrome` ના નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરવા જણાવ્યું છે.  આ અપડેટ કરવા માટે નીચે પ્રમાણેના સ્ટેપ ફોલો કરો:

- સૌ પ્રથમ તમારા ડિવાઇસ પર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલો.
- ત્યારબાદ વિન્ડોની ઉપર જમણા ખૂણામાં આવેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
- ત્યારબાદ `હેલ્પ` પર જાઓ અને `ગૂગલ ક્રોમ` પસંદ કરો.
- જો અપડેટ ઉપલબ્ધ હોય તો ક્રોમ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
- એકવાર અપડેટ થઈ ગયા બાદ ફરીથી ક્રોમ ખોલો.

આ રીતે, તમે તમારા ગૂગલ ક્રોમ (Google Chrome)નું નવીનતમ સંસ્કરણ અપડેટ કરીને તમારી જાતને હેકિંગ અને સાયબર ચોરીથી સરળતાથી સુરક્ષિત કરી શકો છો. અને બહુ જ મોટા સંકટથી બચી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2023 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK