માલવૅર વાયરસની મદદથી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આજે પ્લેસ્ટોર અને ઍપ સ્ટોર પર કરોડો ઍપ્લિકેશન ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકારે અનેક ઍપ્લિકેશનને યુઝરના ડૅટા ચોરી કરવા બદ્દલ બૅન કરી છે. હાલ સાઇબર ક્રાઇમની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ઍપ ઇન્સ્ટૉલ કર્યા પછી યુઝરના બૅન્ક અકાઉન્ટમાંથી મોટી રકમની ચોરી કરવામાં આવે છે. આવી જ 5 ઍપ્લિકેશનની માહિતી આપતા જણાવવાનું કે આ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કર્યા પછી યુઝરના ડૅટા ચોરી તો થાય જ છે પણ તેની સાથે જ તેમના બૅન્ક અકાઉન્ટ વિશેની માહિતી લઈને લોકો યૂઝર સાથે છેતરપિંડી કરે છે.
હાલ વિશ્વમાં સ્માર્ટફોનનો ઉપયોગ ફક્ત કૉલ કરવા માટે નહીં પણ બૅન્કિંગ અને અનેક રોજબરોજના કાર્યો કરવા માટે થાય છે. રોજના મહત્વનાં કાર્યો કરવા જુદી જુદી ઍપ્લિકેશનની જરૂર પડે છે અને આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે યૂઝરે ઍપ ડાઉનલોડ કર્યા પછી પર્મિશન (પરવાનગી) આપવી પડે છે, આ પરવાનગીનો લાભ અનેક હૅકર્સ ઉપાડીને લોકોને છેતરપિંડીનો ભોગ બનાવે છે. સરકાર આવી છેતરપિંડીથી બચવા અનેક ઉપાયો કરી રહી છે જેમકે,
ADVERTISEMENT
1- તમારે બૅન્કના ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ / OTP, One Time Password) કોઈને શૅર ન કરવો જોઈએ, લૉગઈન હંમેશાં પોતાના પર્સનલ ડિવાઇસ અને નૅટવર્ક પર કરવું અને પોતાની બૅન્ક અકાઉન્ટની ડિટેલ કોઈની સાથે પણ શૅર ન કરવી.
બદલાતા સમય સાથે લોકો પણ સ્કૅમને લઈને જાગૃત થઈ ગયા છે. પણ નવી ટૅક્નોલોજી સાથે-સાથે હૅકર્સ પણ લોકો સાથે સ્કૅમ કરવાની નવી ટૅક્નિક લઈને આવે છે. માલવૅર વાયરસની મદદથી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ઍપ ઇન્સ્ટૉલ કર્યા પછી હૅકર્સ યુઝરના ફોનનો બધો ડાટા જેમાં બૅન્ક અકાઉન્ટની ડિટેલ અને લૉગઇન આઈડી અને પાસવર્ડ જેવી મહત્વની માહિતી સામેલ છે.
આ પણ વાંચો : વોટ્સએપ પર હવે જૂનામાં જૂનો મેસેજ પણ સરળતાથી મળશે, લૉન્ચ થયું ધમાકેદાર ફીચર
રિપોર્ટ પ્રમાણે પ્લેસ્ટોર ઉપરના ફાઇલ મેનેજર સ્મૉલ (File Manager Small), લાઈટ (Lite), માય ફાઇનૅન્સ ટ્રેકર (My Finance Tracker), ઝીટર ઑથેન્ટિકૅશન (Zeeter Authentication), કૉડિક ફિસ્કૅલ ૨૦૨૨ (Codic Fiscale 2022), અને રિકવર ઑડીયો, ઈમેજેસ ઍન્ડ વીડિયોઝ (Recovery Audio, Images & Videos) આ પાંચ ઍપ્લિકેશનમાં માલવૅર વાયરસ જોવા મળ્યો છે જે યૂઝરના બૅન્ક અકાઉન્ટ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે.
રિપોર્ટ અનુસાર જો તમે આ ઍપ્સ તમારા મોબાઇલમાં ડાઉનલોડ કર્યાં છે તો તેને તરત જ ડિલીટ કરી દો, નહીંતો આ ઍપ્સ તમારા બૅન્ક અકાઉન્ટની બધી માહિતી હૅકર્સ સુધી પહોંચી જશે અને તમારું મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. આ માલવૅર ઍપ્સને લાખો યૂઝર્સે ડાઉનલોડ કર્યા છે. તમને આવા ફ્રૉડ ઍપ્સથી બચાવવા માટે સાઇબર સૅલ દ્વારા અનેક માહિતી અને સૂચના આપવામાં આવે છે જેમાં,
1-કોઈ પણ ઍપને ઑફિશિયલ ઍપ સ્ટોર કે પછી પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરવા.
2-ઍપ ડાઉનલોડ કરતી વખતે તેની રેટિંગ્સ અને પ્રાઇવસી પૉલીસી અને બીજી મહત્વની વિગતોની જાણ કરી લેવી.
3-કોઈપણ અજાણી લિન્ક ઉપર ક્લિક ન કરવું અને કોઈપણ અનઑફિશિયલ વેબ-સાઇટ પર તમારી પર્સનલ વિગતો (બૅન્કની માહિતી, પાસવર્ડ અને કાર્ડ ડિટેલ્સ) ભરવી નહીં.
તમારી સાથે આવી કોઈપણ છેતરપિંડી થઈ છે તો ગભરાયા વગર તમે સાઇબર સૅલની વેબસાઇટ ઉપર જઈને ઑનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો અને તમારી રકમ પાછી મેળવી શકો છો.