આ સમાચાર સામે આવ્યા બાદ ઘણા ટ્વિટર યુઝર્સ નારાજ છે
પ્રતીકાત્મક તસવીર
જો તમે ટ્વિટર યુઝર (Twitter User) છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, ટ્વિટર (Twitter) યુઝર્સના ડેટા સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક સુરક્ષા સંશોધકે બુધવારે દાવો કર્યો હતો કે હેકર્સે 20 કરોડથી વધુ ટ્વિટર યુઝર્સના ઈમેલ એડ્રેસ ચોરી લીધા છે અને તેને ઑનલાઈન હેકિંગ ફોરમ પર પોસ્ટ કરી દીધા છે. આ સમાચાર સામે આવ્યા બાદ ઘણા ટ્વિટર યુઝર્સ નારાજ છે. જોકે ટ્વિટરે હજુ સુધી આ દાવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી.
"કમનસીબે આ ઘટના ઘણી બધી હેકિંગ, ટાર્ગેટ ફિશિંગ અને ડોક્સિંગ તરફ દોરી જશે. આ સૌથી મહત્વપૂર્ણ લીક્સમાંથી એક છે.” એલોન ગેલે, ઇઝરાયેલની સાયબર સુરક્ષા-મોનિટરિંગ ફર્મ હડસન રોકના સહ-સ્થાપક, LinkedIn પર લખ્યું હતું. 24 ડિસેમ્બરના રોજ, ગેલે સૌપ્રથમ સોશિયલ મીડિયા પર આનો ખુલાસો કરતી પોસ્ટ કરી હતી. ગેલે એમ પણ લખ્યું છે કે આ બાબતની તપાસ કરવા અથવા ઉકેલવા માટે ટ્વિટરે શું પગલાં લીધાં છે તે સ્પષ્ટ નથી.
ADVERTISEMENT
આ કિસ્સામાં હેવ આઈ બીન પ્વનેડના નિર્માતા ટ્રોય હંટએ લીક થયેલો ડેટા જોયો અને ટ્વિટર પર કહ્યું કે "એવું લાગે છે કે જેમ કહેવામાં આવ્યું છે તેમ છે.” લીક કરવામાં આવેલા યુઝર્સના ડેટાના સ્ક્રીનશોટમાં હેકર્સની ઓળખ કે સ્થાનનો કોઈ સંકેત નહોતો. અટકળો પ્રચલિત છે કે તે 2021ની શરૂઆતમાં હોઈ શકે છે. આ સમયે એલોન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યું ન હતું.
અમેરિકા અને યુરોપમાં ટ્વિટર મોનિટરિંગ
ટ્વિટર પરનો મોટો ભંગ એટલાન્ટિકની બંને બાજુના નિયમનકારોનું ધ્યાન ખેંચનારું છે. આયર્લેન્ડમાં ડેટા પ્રોટેક્શન કમિશન (જ્યાં ટ્વિટર તેનું યુરોપિયન હેડક્વાર્ટર ધરાવે છે) અને યુએસ ફેડરલ ટ્રેડ કમિશન અનુક્રમે યુરોપિયન ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન્સ અને યુએસ સંમતિ ઓર્ડરના પાલન માટે એલન મસ્ક (Elon Musk)ની માલિકીના ટ્વિટરનું નિરીક્ષણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મસ્કના રાજમાં ટ્વિટર ઑફિસનું ભાડું ચૂકવી શક્યું નથી
ગયા અઠવાડિયે જ ચેતવણી જાહેર કરવામાં આવી હતી
હડસન રોકે ગયા અઠવાડિયે ચેતવણી જાહેર કરીને કહ્યું હતું કે આઇરિશ હેકર પાસે 400 મિલિયન ટ્વિટર વપરાશકર્તાઓના ઇમેઇલ એડ્રેસ અને ફોન નંબર છે. આ માટે હેકરે 1 કરોડ 63 લાખની રકમ માગી હતી, જે લોકોનો ડેટા હેક કરવામાં આવ્યો છે તેમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાન, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા ઘણા હાઈ-પ્રોફાઈલ લોકોના એકાઉન્ટ સામેલ છે. આ પછી ટ્વિટરે તપાસ શરૂ કરી હતી.