આઇઓએસ 16માં ઍપલે એની કૉન્ટૅક્ટ ઍપ્લિકેશનને વધુ મલ્ટિટાસ્કિંગ બનાવી છે : કૉન્ટૅક્ટ લિસ્ટ બનાવવું, મર્જ કરવા, એક્સપોર્ટ કરવા વગેરે જેવા કામ માટે હવે થર્ડ પાર્ટી ઍપ્લિકેશનની જરૂર નહીં પડે
ટેક ટૉક
કૉન્ટૅક્ટ ઍપ એક, કામ અનેક
ઍપલ દ્વારા એની કૉન્ટૅક્ટ ઍપ્સમાં વધુ ફોકસ નહોતું કરવામાં આવ્યું, પરંતુ આઇઓએસ 16માં એમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે. કૉન્ટૅક્ટ ઍપ હવે ફક્ત નંબર સેવ કરવા પૂરતી નથી રહી, હવે એનો ઘણો ઉપયોગ કરી શકાય છે. એમાં ઘણાં ફીચર્સ છે જેની હજી સુધી મોટા ભાગના લોકોને ખબર નથી. ઍપલે એની આઇઓએસ 10માં કૉન્ટૅક્ટ ઍપમાં મોટો બદલાવ કર્યો હતો. ત્યાર બાદ તેમણે લેટેસ્ટ અપડેટમાં બદલાવ કર્યો છે. પહેલાં કૉન્ટૅક્ટને મર્જ અને અન્ય ડિવાઇસ પર સેન્ડ કરવા માટે થર્ડ પાર્ટી ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે હવે કૉન્ટૅક્ટ ઍપ્સ એટલી સારી બની ગઈ છે કે એમાં ઘણાં કામ કરી શકાય છે.
ડુપ્લિકેટ કૉન્ટૅક્ટને મર્જ કરવા | આઇઓએસ 16માં મર્જ કૉન્ટૅક્ટ ઑપ્શન આપવામાં આવ્યો છે. આ માટે ઍપ્લિકેશન ઑટોમૅટિકલી સરખા નંબરના કૉન્ટૅક્ટ શોધશે અને કૉન્ટૅક્ટ ઍપની ટૉપ પર યુઝરને બતાવશે કે આટલા કૉન્ટૅક્ટ ડુપ્લિકેટ છે અને એને મર્જ કરવા છે કે નહીં. આ માટે મર્જ ઑલ કરી શકાય છે અથવા તો મૅન્યુઅલી દરેક કૉન્ટૅક્ટને ચેક કર્યા બાદ પણ એ કરી શકાય છે.
કૉન્ટૅક્ટ લિસ્ટને મૅનેજ કરવું | આઇફોનમાં હવે કૉન્ટૅક્ટ લિસ્ટ બનાવવાનો ઑપ્શન આપી દેવામાં આવ્યો છે. કૉન્ટૅક્ટમાં ગયા બાદ લેફ્ટ સાઇડ ટૉપ પર લિસ્ટ લખ્યું હશે; એમાં આઇક્લાઉડ, જીમેઇલ, યાહૂ અથવા તો ફૅમિલી, ફ્રેન્ડ્સ અને કંપનીના નંબરને સેપરેટ કરીને સેવ કરી શકાય છે. દરેક લિસ્ટમાં કૉન્ટૅક્ટ ઍડ અને રિમૂવ ગમે એ સમયે કરી શકાય છે. આથી કોઈ એક નંબર દરેક લિસ્ટમાં જોઈતો હોય તો પણ એ કરી શકાય છે. આથી કોઈ નંબરને શોધવા કરતાં ચોક્કસ લિસ્ટ મૂકી રાખ્યું હોય તો એને જ સિલેક્ટ કરી શકાય છે. તેમ જ ફૅમિલીનું લિસ્ટ સિલેક્ટ હશે તો એ સમયે ફક્ત ફૅમિલીના નંબર જ દેખાશે. આથી અન્ય કોઈ વ્યક્તિ કોઈ નંબર શોધતો હોય તો પણ એને દેખાશે નહીં જ્યાં સુધી તે લિસ્ટ ચેન્જ નહીં કરે.
ADVERTISEMENT
ઈ-મેઇલ કૉન્ટૅક્ટ લિસ્ટ | પહેલાં કૉન્ટૅક્ટનું બૅકઅપ લેવું અથવા તો એક ફોનમાંથી બીજા ફોનમાં કૉન્ટૅક્ટ લેવા માટે થર્ડ પાર્ટી ઍપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો. જોકે હવે આઇફોનની કૉન્ટૅક્ટ ઍપમાંથી જ એ સેન્ડ થઈ શકે છે. આ માટે કૉન્ટૅક્ટ લિસ્ટ બનાવ્યું હોય તો એને સ્વાઇપ રાઇટ કરવું. રાઇટ સ્વાઇપ કરતાં એમાં બ્લુ અને ગ્રીન કલરમાં બે ઑપ્શન દેખાશે. બ્લુ કલર પર ઈ-મેઇલ પાડેલું હશે અને એને ક્લિક કરતાંની સાથે એ લિસ્ટના દરેક કૉન્ટૅક્ટને ઈ-મેઇલ કરી શકાશે. આ લિસ્ટ પર લૉન્ગ પ્રેસ કરીને ઈ-મેઇલ ઑલ ઑપ્શનને પણ પસંદ કરી શકાય છે.
બલ્ક મેસેજ | વૉટ્સઍપમાં જે રીતે બ્રૉડકાસ્ટ મેસેજ થાય છે એ જ રીતે આઇફોનની કૉન્ટૅક્ટ ઍપમાંથી પણ દરેકને મેસેજ કરી શકાય છે. જોકે આ માટે પહેલાં લિસ્ટ બનાવેલું હોવું જોઈએ. આ લિસ્ટને સ્વાઇપ રાઇટ કરતાં ગ્રીન કલરમાં મેસેજનો ઑપ્શન હશે. એના પર ક્લિક કરતાં મેસેજનું બૉક્સ ઓપન થશે અને લિસ્ટમાં જેટલા નંબર હશે એ ઑટોમૅટિકલી સિલેક્ટ થઈ જશે. આથી કોઈને ટેક્સ્ટ મેસેજ કરવો હોય તો પણ હવે એ કૉન્ટૅક્ટ ઍપમાંથી કરી શકાય છે, જે અત્યાર સુધી શક્ય નહોતું.
ફિલ્ટર કૉન્ટૅક્ટ લિસ્ટ | લેટેસ્ટ ઑપરેટિંગ સિસ્ટમ પહેલાં જ્યારે પણ કૉન્ટૅક્ટ સેન્ડ કરવામાં આવતા તો એમાંની અન્ય ડીટેલ્સ પણ જતી હતી. જોકે હવે ફિલ્ટર ઑપ્શનને પસંદ કરીને જે પણ માહિતી ન મોકલવા માગતા હોય એ સિવાયની અન્ય માહિતીને આરામથી શૅર કરી શકાય છે. તેમ જ કોઈ પણ લિસ્ટને એક્સપોર્ટ કરવું હોય તો પણ આરામથી કરી શકાય છે.