તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરી રહ્યા છો અને તે સિક્રેટ રાખવા માગો છો અને ઈચ્છો છો કે તેના વિશે કોઈને ખબર ન પડે, તો આ ફીચર તમારા માટે જ છે. વોટ્સએપ (WhatsApp)ના લોક ચેટ ફીચરનો ઉપયોગ કરી શકાય છે
પ્રતીકાત્મક તસવીર
ભારતીય પરિવારોમાં પ્રાઇવસીને બહુ મહત્ત્વ આપવામાં આવતું નથી. લોકો વારંવાર ફોન કરવા માટે અથવા અન્ય કોઈ બહાને બીજાનો ફોન માગે છે. તે પછી તેઓ ફોન પરથી તમારી અંગત માહિતી મેળવે છે. મિત્રતામાં ઘણી વખત લોકો પ્રાઇવસીની મર્યાદા ઓળંગી જાય છે અને તમારી અંગત માહિતી રામ ભરોસે હોય છે. તેનાથી બચવા માટે વોટ્સએપ એક નવું ફીચર (WhatsApp New Feature) લાવી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ પોતાની સિક્રેટ ચેટ્સને લોક કરી શકશે.
એનો અર્થ એ થયો કે ધારો કે તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરી રહ્યા છો અને તે સિક્રેટ રાખવા માગો છો અને ઈચ્છો છો કે તેના વિશે કોઈને ખબર ન પડે, તો આ ફીચર તમારા માટે જ છે. વોટ્સએપ (WhatsApp)ના લોક ચેટ ફીચરનો ઉપયોગ કરી શકાય છે, જેને વોટ્સએપ ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે. હાલમાં વોટ્સએપનું નવું ફીચર હજુ ડેવલપમેન્ટના તબક્કામાં છે.
ADVERTISEMENT
નવું ફીચર કેવી રીતે કામ કરશે?
WABetainfoના રિપોર્ટ અનુસાર, WhatsAppના નવા ફીચરની મદદથી યૂઝર્સ પોતાની પર્સનલ ચેટ્સને લોક કરી શકશે. આ માટે ફિંગરપ્રિન્ટ સેન્સર અને પિન કોડ બંનેનો ઉપયોગ કરી શકાય છે. જો તમે વોટ્સએપ ચેટને લોક કરી છે, તો તેના ફોટા અને વીડિયો ફોટો ગેલેરીમાં આપમેળે સેવ થશે નહીં. આ વધારાની લેયર સુરક્ષાથી સંવેદનશીલ ચેટ માહિતી સુરક્ષિત રહેશે. આ રીતે ફોટો ગેલેરીમાં જઈને કોઈ તમારી અંગત માહિતી મેળવી શકશે નહીં.
ક્યારે લોન્ચ થશે
વોટ્સએપ લોક ફીચરની લોન્ચિંગ તારીખ જણાવવામાં આવી નથી, પરંતુ તે ચોક્કસપણે જાણીતું છે કે લોક સુવિધા પહેલા એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ પછી તેને iOS યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
આ પણ વાંચો: આઇફોન બંધ હશે તો પણ કરી શકાશે પેમેન્ટ
ઉલ્લેખનીય છે કે વોટ્સએપ ચેટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. એટલે કે કોઈ તેને હેક કરી શકતું નથી, પરંતુ વોટ્સએપ નવી પ્રાઇવસી સુવિધાઓ રજૂ કરી રહ્યું છે, જેને પગલે ચેટ્સ લીકના ઘટના ક્રમને ટાળી શકાય.