સ્ત્રીઓને ૪૦ વર્ષ પછી બ્રેસ્ટ-કૅન્સર માટે, પુરુષોએ ૫૦ વર્ષ પછી પ્રોસ્ટેટ કૅન્સર માટે અને ૪૫ વર્ષની વય પછી સ્ત્રી-પુરુષ બન્નેએ કૉલોન કૅન્સર માટે સ્ક્રીનિંગ કરાવતાં રહેવું જોઈએ એવું માર્ગદર્શન અપાય છે. અભ્યાસ પરથી એક ખાસ ઍલ્ગરિધમ વિકસાવી છે.
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે વ્યક્તિની ચોક્કસ ઉંમર પછી તેમને કૅન્સર માટે નિયમિત તપાસ કરાવતા રહેવાનું કહેવામાં આવે છે. સ્ત્રીઓને ૪૦ વર્ષ પછી બ્રેસ્ટ-કૅન્સર માટે, પુરુષોએ ૫૦ વર્ષ પછી પ્રોસ્ટેટ કૅન્સર માટે અને ૪૫ વર્ષની વય પછી સ્ત્રી-પુરુષ બન્નેએ કૉલોન કૅન્સર માટે સ્ક્રીનિંગ કરાવતાં રહેવું જોઈએ એવું માર્ગદર્શન અપાય છે. જોકે અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે કૅન્સરની શક્યતાઓ તપાસતી સ્ક્રીનિંગ ટેસ્ટ માત્ર ઉંમર મુજબ નક્કી કરવાનું ચોકસાઈભર્યું નથી. આ રિસર્ચરોએ વિવિધ દેશના, વિવિધ જાતિના, વિવિધ બૅકગ્રાઉન્ડ ધરાવતા લાખો લોકોના કૅન્સર-સ્ક્રીનિંગના ડેટા એકઠા કરીને એના આધારે આર્ટિફિશ્યલ ઇન્ટિલિજન્સ (AI) આધારિત એક ઍલ્ગરિધમ વિકસાવી છે. અભ્યાસ પરથી એક ખાસ ઍલ્ગરિધમ વિકસાવી છે.
નિષ્ણાતોનું માનવું છે કે ઉંમર માત્રથી કૅન્સરનું જોખમ વધતું કે ઘટતું નથી. બીજાં કેટલાંક સૂક્ષ્મ પરિમાણો છે જેને ધ્યાનમાં લેવાં જરૂરી છે. નહીંતર મોટી ઉંમરની વ્યક્તિ કૅન્સરનું કોઈ જ જોખમ ન હોવા છતાં બિનજરૂરી પરીક્ષણ કરતી રહે અને નાની ઉંમરની વ્યક્તિ ઊંચું જોખમ ધરાવતી હોવા છતાં કૅન્સરના સ્ક્રીનિંગ કરવાથી બાકાત રહી જાય અને ઊંઘતાં જ કૅન્સરની ચપેટમાં આવી જાય. અમેરિકાની જ્યૉર્જ મેસન યુનિવર્સિટીના નિષ્ણાતોએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી આ પ્રૉબ્લેમને ફિક્સ કરવાનો ઉપાય શોધ્યો છે. વ્યક્તિની પૂરી મેડિકલ હિસ્ટરી, સોશ્યલ બૅકગ્રાઉન્ડ, જીવનશૈલી જેવાં લગભગ પચીસેક પરિમાણોના ડેટા પરથી કૅન્સર થવાનું જોખમ કેટલું છે એ નિર્ધારિત કરી શકાય એવું ટૂલ ટૂંક સમયમાં જ તેઓ બહાર પાડવાના છે.

