કેન્દ્રના સંચાર મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે માર્ચ ૨૦૨૪ સુધીમાં દેશમાં ૯૫.૪૪ કરોડ ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર છે
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
મોબાઇલ અને ઇન્ટરનેટ આજે વયની દૃષ્ટિએ કે વ્યવસાયની દૃષ્ટિએ નાના-મોટા સૌ માટે અનિવાર્ય છે. ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલ હેઠળ દેશના ખૂણેખૂણાને ઇન્ટરનેટની ‘નેટ’માં સમાવવાના પ્રયાસના ભાગરૂપે દેશનાં ૯૫ ટકા ગામડાંઓમાં અત્યારે 3G કે 4G નેટવર્ક પહોંચી ગયું છે. કેન્દ્રના સંચાર મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે માર્ચ ૨૦૨૪ સુધીમાં દેશમાં ૯૫.૪૪ કરોડ ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર છે અને એમાં ૩૯.૮૩ કરોડ યુઝર ગ્રામ્ય વિસ્તારના છે.
૨૦૨૪ના એપ્રિલ સુધીમાં દેશનાં કુલ ૬,૪૪,૧૩૧ ગામડાંઓમાંથી ૬,૧૨,૯૫૨ ગામડાંઓમાં 3G-4G મોબાઇલ નેટની સુવિધા છે. એટલે કે દેશનાં ૯૫.૧૫ ટકા ગામડાંઓમાં ઇન્ટરનેટ પકડાય છે. ગયા દસકામાં ભારતમાં મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૫.૧૫ કરોડ હતી અને અત્યારે એ સંખ્યા ૯૫.૪૪ કરોડ થઈ છે. ગ્રામપંચાયતોને ઑપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ બ્રૉડબૅન્ડની સુવિધા પૂરી પાડવા માટે ‘ભારતનેટ’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ૨.૨ લાખમાંથી ૨.૧૩ લાખ ગ્રામ પંચાયતને ભારતનેટથી જોડી દેવામાં આવી છે.