આર્કિટેક્ટ, ડૉક્ટર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનલ્સ જો સ્પર્મ ડોનેશનની દિશામાં આગળ વધશે તો ભવિષ્યમાં સોસાયટીમાં બૌદ્ધિકોની સંખ્યા બહોળા પ્રમાણમાં વધશે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
બ્લડ ડોનેશન વિશે જેટલી વાતો આપણે ત્યાં થાય છે, જેટલી અવેરનેસ લાવવાના આજે પણ પ્રયાસો થાય છે એનાથી સાવ જ વિપરીત સિનારિયો સ્પર્મ ડોનેશનના ફીલ્ડમાં છે. બહુ અગત્યનું કહેવાય એવા સ્પર્મ ડોનેશન વિશે કોઈ જાહેરમાં વાત કરવા પણ રાજી નથી. કદાચ આવતાં પાંચ-દસ વર્ષમાં એવી હિંમત કોઈ બતાવશે પણ નહીં. જોકે હકીકતમાં એ દિશામાં આંખ મીંચીને આપણે સોસાયટીનું અહિત કરી રહ્યા છીએ.