જે એનલ પૉર્શન છે એ આ પ્રકારના રિલેશનશિપ માટે બન્યો જ નથી. એ બૉડીના વેસ્ટને બહાર કાઢવા માટેની જગ્યા છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
એક્ઝૅક્ટ આ જ શબ્દોમાં મને સવાલ પૂછવામાં આવ્યો. સવાલ પૂછનાર યુવક IITમાં ભણતો યુવક હતો. પોતાની ઇન્ટિમેટ લાઇફ રિલેટેડ એ સવાલોનું નિરાકરણ કરવા માટે તે મને મળવા આવ્યો. જોતાંવેંત જ તમે પ્રભાવિત થઈ જાઓ એવી પર્સનાલિટી. થોડી વાર સુધી એમ જ વાત થઈ અને એ પછી ભાઈ ખૂલ્યા અને તેણે ધડાધડ સવાલ પૂછવાનું શરૂ કર્યું. તેણે જે સવાલ પૂછ્યા એ પૈકીના મોટા ભાગના સવાલ પૉર્નફિલ્મ જોઈને મનમાં જન્મ્યા હોય એવા હતા. તેણે મને એક સવાલ પૂછ્યો કે ‘આ પ્રકારની ફિલ્મોમાં ક્લાઇમૅક્સ પર પહોંચવામાં કેમ પૂરતી વાર લાગતી હોય છે, કેવી રીતે એ લોકો એકાદ કલાક સુધી પોતાની ઇન્ટિમેટ રિલેશનશિપ જાળવતા હોય છે.’