જ્યારે બહારનું તાપમાન ઘટે છે ત્યારે શરીરમાં આમ તો દરેક સાંધા પર થોડીઝાઝી અસર થાય જ છે.
પ્રતીકાત્મક તસવીર
શિયાળો આવે એટલે સવાર અઘરી બનાવે. ખાસ કરીને ઊંઘમાંથી ઊઠીએ ત્યારે સાંધા સ્ટિફ થઈ જાય છે અને દુખાવો વધી જાય છે. શિયાળો હોય ત્યારે જ કેમ આવું થાય અને એ પણ સવારે જ કેમ આવું થાય એનાં કારણ આજે સમજીએ. સાથે-સાથે જાણીએ કે આ બાબતે ઘરગથ્થુ ઉપાય આપણે શું કરી શકીએ છીએ