મને શેક કરવાની વધુ પડતી આદત છે એટલે દરેક દુખાવાનો ઇલાજ શેક જ લાગે છે, પરંતુ કઈ જગ્યાએ ગરમ શેક કરવો અને કઈ જગ્યાએ ઠંડો એ ખાસ સમજાતું નથી. માર્ગદર્શન આપશો.
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
મારી ઉંમર ૬૩ વર્ષ છે. મને સાંધા દુખ્યા કરતા હોવાથી રબરની ગરમ થેલીનો શેક હું કરું છું, એનાથી મને ઘણું ઠીક રહે છે. હમણાં હું પડી ગયો હતો અને પગમાં સોજો આવી ગયો હતો. મને થયું કે શેક કરવાથી સોજો ઊતરશે, પરંતુ એ તો વધુ દુખવા લાગ્યો. મને શેક કરવાની વધુ પડતી આદત છે એટલે દરેક દુખાવાનો ઇલાજ શેક જ લાગે છે, પરંતુ કઈ જગ્યાએ ગરમ શેક કરવો અને કઈ જગ્યાએ ઠંડો એ ખાસ સમજાતું નથી. માર્ગદર્શન આપશો.
ગરમ શેક જે જગ્યા પર લેવામાં આવે છે એ ભાગનું તાપમાન વધારવામાં એ મદદરૂપ બને છે. એ ભાગનું તાપમાન થોડુંક પણ વધે તો શરીરના એ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે. જ્યારે લોહીનું પરિભ્રમણ વધે ત્યારે એ ભાગમાંથી કળતર હટી જાય છે અને એ સ્નાયુની ફ્લેક્સિબિલિટી વધે છે. ગરમ શેક કે હીટ થેરપી સ્નાયુને રિલેક્સ કરે છે અને ટીશ્યુનું જે ડૅમેજ થયું હોય છે એને ઠીક કરે છે. જ્યારે પેઇન ક્રૉનિક હોય એટલે કે દુખાવાની તકલીફ લાંબા ગાળાથી ચાલી આવતી હોય જેમ કે આર્થ્રાઇટિસ કે સંધિવાને લીધે થતો દુખાવો, ખરાબ પોશ્ચરને કારણે સતત રહેતો પીઠનો, કમરનો કે ખભાનો દુખાવો, ગોટલા ચડી ગયા હોય વગેરે પરિસ્થિતિમાં ગરમ શેક એમાં પણ ખાસ ભીની એટલે કે વેટ હીટ થેરપી યુઝ કરવી જોઈએ. બાકી ખુલ્લા ઘાવ પર હીટ થેરપી ન વાપરવી. ક્યાંક છોલાઈ ગયું હોય, સોજો આવી ગયો હોય તો ગરમ શેક ત્યાં ન કરવો. હીટ થેરપીમાં મહત્ત્વની વાત સમજવાની છે એ કે શેક અત્યંત ગરમ ન હોવો જોઈએ. હુંફાળાથી સહેજ વધુ ગરમ હોવો જોઈએ. અત્યંત ગરમ પાણી કે એકદમ ગરમ હીટિંગ પેડ વાપરવાથી સ્કિન ખરાબ થઈ શકે છે અને ફાયદો થતો નથી. માટે અત્યંત ગરમ ન વાપરતાં ઓછું ગરમ પાણી વધુ ઉપયોગી છે. બીજી મહત્ત્વની વસ્તુ છે કે કેટલો સમય શેક કરવો જોઈએ? જો ખૂબ તકલીફ હોય તો વધુમાં વધુ અડધો કલાક શેક કરી શકાય, બાકી ૧૫-૨૦ મિનિટ સુધીનો શેક પૂરતો થઈ પડશે, જેમાં ડાયાબિટીઝ, ડર્મેટાઇટિસ, વેસ્ક્યુલર રોગો, ડીપ વેઇન થ્રૉમ્બોસિસ અને મલ્ટિપલ સ્ક્લેરોસિસના દરદીઓનો સમાવેશ થાય છે. આ લોકોને હીટ થેરપીથી દાઝી જઈ શકાય છે, સ્કિન પર અસર આવી શકે અને બીજી જટિલ સમસ્યા સર્જાઈ શકે છે. આ સિવાય હાર્ટ ડિસીઝ અને હાયપરટેન્શનના દરદીઓએ ડૉક્ટરની સલાહ મુજબ જ આગળ વધવું.