રોહિત રૉયે ઘણાં વર્ષો પહેલાં વૉટર-ડાયટથી ૨૫ દિવસમાં ૧૬ કિલો વજન ઘટાડેલું એ વાત ઉખેળતાં લોકોમાં આ ડાયટ વિશે જાણવાની તાલાવેલી વધી રહી છે. જોકે આ પદ્ધતિ કેમ મૂર્ખામીભરી અને ડેન્જરસ છે એ વિશે અતથી ઇતિ સુધી જાણીએ
પ્રતીકાત્મક તસવીર
ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા રોહિત રૉયે થોડા દિવસ પહેલાં સાયરસ ભરૂચા સાથેના પૉડકાસ્ટમાં એક જૂની વાત ઉખેડી હતી. ફિલ્મોમાં ચોક્કસ લુક માટે લોકો કેટલી મહેનત કરતા હોય છે અને કેટલા સિરિયસ હોય છે એની વાત કરતાં તેણે પોતાનો અનુભવ શૅર કરેલો. ૨૦૦૭માં આવેલી ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’ માટે રોહિતે જસ્ટ ૨૫ દિવસમાં ૧૬ કિલો જેટલું વજન ઉતારેલું. એવો તે કેવો ડાયટ હોય કે જે એક મહિનાથી પણ ઓછા સમયમાં ૧૬ કિલો વજન ઘટાડી દે? તો એના જવાબમાં રોહિતે કહેલું કે ‘એ વજન ઘટાડવાની પ્રક્રિયાને હું વૉટર-ડાયટ કહીશ. લગભગ કંઈ જ નહીં ખાઈને માત્ર પાણી પર રહીને આ કામ થયેલું. અલબત્ત, આ વૉટર ફાસ્ટિંગ એ ખૂબ જ સ્ટુપિડ અને ડેન્જરસ છે એવું પણ તેણે કબૂલ્યું હતું. આવો રૅપિડ વેઇટ-લૉસ પોતે પણ ફરી નથી કરવાનો અને કોઈએ કરવો પણ ન જોઈએ એવી હિમાયત પણ તેણે કરેલી.’
![Read more article into app... read-more-banner](https://static.gujaratimidday.com/assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://static.gujaratimidday.com/assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)