મોટા ભાગના પેરન્ટ્સ આ વિષય પર સંતાન સાથે વાત કરતાં નથી અને એવું જ સંતાનોની બાબતમાં છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
કવિતા અને ગઝલ લખવાનો શોખ ખરો એટલે ઘણી વાર મુશાયરામાં જવાનું પણ બને. મુશાયરા પછી ડિનર પાર્ટી હતી જેમાં એક લેડી મળી. તેમને બે ટીનેજર બાળકો છે. વાતવાતમાં તેની પાસેથી ખબર પડી કે તે અમુક ચોક્કસ દિવસના પેપરની સપ્લિમેન્ટ બહાર જાહેરમાં ટેબલ પર રાખે નહીં. એ દિવસે તેમનાં ટીનેજર સંતાનોએ માત્ર ન્યુઝપેપર વાંચવાનું. મજાની વાત જુઓ, ન્યુઝપેપર વાંચવું એ મધરની સ્ટ્રિક્ટ સૂચના એટલે હવે બાળકોને પેપર વાંચવાની આદત પડી છે. બાળકો વૉટ્સઍપ પર પેપર વાંચતાં હોય તો પણ એવી આદત તો તેમનામાં કેળવવી જ જોઈએ કે તે રોજ એક પેપર તો હાથમાં લઈને વાંચે જ વાંચે. હવે વાત કરીએ એ બહેનની પેલી આદત વિશે કે તે અમુક દિવસે પેપરમાં આવતી સપ્લિમેન્ટ શું કામ કાઢીને પોતાની પાસે રાખી લે?