ડ્રાય આઇનો પ્રૉબ્લેમ અમુક પ્રકારના રોગો થાય ત્યારે એની દવા ખાવાથી પણ થાય
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
જો આંખમાંથી આંસુ સુકાઈ જાય તો વ્યક્તિને ડ્રાય આઇ સિન્ડ્રૉમ થઈ જાય છે જેને લીધે આંખમાં સતત ખંજવાળ આવે, આંખ લાલ થઈ જાય, ખૂબ ઇરિટેશન થાય, ક્યારેક એવું પણ લાગે કે આંખમાં કંઈક કચરો પડ્યો છે જે આંખમાં ખટકે છે. ડ્રાય આઇને કારણે આંખને કોઈ મોટું નુકસાન થતું નથી પરંતુ એને કારણે વ્યક્તિના કામ પર અને એના જીવન પર અસર થાય છે. અમુક પ્રકારના હૉર્મોનલ બદલાવ, વધતી ઉંમર, અમુક રોગો અને શુષ્ક વાતાવરણ એની પાછળ કારણભૂત છે. આ કારણો એવાં છે જેના વિશે આપણે કંઈ કરી શકીએ નહીં પરંતુ અમુક કારણો એવાં પણ છે જે આપણે જાતે કરીને ઊભાં કર્યાં છે અને એને રોકવાં ખૂબ જ જરૂરી બન્યાં છે.