કમ્યુનિકેશનમાં જે બાળકને પ્રૉબ્લેમ થાય છે, કોઈ સાથે વાત ન કરી શકે, બોલે ત્યારે તેની બૉડી-લૅન્ગ્વેજ તેનો સાથ ન આપે, મોઢાના હાવભાવ બરાબર આપી ન શકે તો તેને એસ્પરગર્સ સિન્ડ્રૉમ હોઈ શકે છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
કમ્યુનિકેશનમાં જે બાળકને પ્રૉબ્લેમ થાય છે, કોઈ સાથે વાત ન કરી શકે, બોલે ત્યારે તેની બૉડી-લૅન્ગ્વેજ તેનો સાથ ન આપે, મોઢાના હાવભાવ બરાબર આપી ન શકે તો તેને એસ્પરગર્સ સિન્ડ્રૉમ હોઈ શકે છે. આમ તો આ લક્ષણો બીજા કોઈ રોગનાં પણ હોઈ શકે છે, પરંતુ જો તમારા બાળકમાં એ જોવા મળે તો એક વખત તો ચોક્કસ ડૉક્ટર પાસે જવું જેથી ચોક્કસ નિદાન મળે. એસ્પરગર્સ સિન્ડ્રૉમ એક ડેવલપમેન્ટલ ડિસઑર્ડર છે જેને પર્વેસિવ ડેવલપમેન્ટલ ડિસઑર્ડર કહે છે. ઑટિઝમ પણ આ જ પ્રકારનો એક ભાગ છે. આ પ્રકારના ડિસઑર્ડરમાં વ્યક્તિ મૂળભૂત સ્કિલ્સ જેમ કે બોલવું-ચાલવું વગેરે મોડું શીખે છે, બીજાની સાથે કમ્યુનિકેટ કરવામાં તેને તકલીફ થાય છે, સામાજિક રીતે લોકો સાથે ભળવામાં અને ઇમેજિનેશન એટલે કે કલ્પનાનો ઉપયોગ કરવામાં તે પાછળ પડતા હોય છે. આ રોગ મોડો શોધાયો એટલે કે પહેલાં લોકોને રોગ તો થતો હતો, પણ આ એક પ્રૉબ્લેમ છે એની પિછાણ મોડી થઈ. આમ, લોકોમાં આ સિન્ડ્રૉમ વિશે જાગૃતિ ઓછી જોવા મળે છે.
આ સિન્ડ્રૉમ પાછળનું કારણ જિનેટિક છે જે માતા-પિતાને કે તેમના પરિવારમાં આ પ્રૉબ્લેમ હોય છે તેમનાં બાળકોને આ સિન્ડ્રૉમ થઈ શકે છે. નાનપણથી જ જો અમુક રીતે ધ્યાન આપવામાં આવે તો બાળકોમાં આ સિન્ડ્રૉમ છે કે નહીં તે જાણી શકાય છે. મોટા ભાગે બે વર્ષથી લઈને ૬ વર્ષ સુધી ખબર પડી જાય છે કે બાળકને એસ્પરગર્સ સિન્ડ્રૉમ છે. આમ, પણ આ રોગ એવો છે જેમાં જેટલી જલદી ખબર પડે એટલું વધુ સારું છે. જોકે એસ્પરગર્સ સિન્ડ્રૉમનો કોઈ ખાસ ઇલાજ નથી, પણ એનો અર્થ એ બિલકુલ નથી થતો કે બાળકને તેના ભરોસે છોડી દેવામાં આવે. સ્પેશ્યલ ભણતર, બિહેવિયર મોડિફિકેશન, સ્પીચ, ફિઝિકલ અથવા ઑક્યુપેશનલ થેરપી, સોશ્યલ સ્કિલ થેરપી વડે બાળકની જિંદગી સરળ બનાવી શકાય છે. ઘણી વાર આ પ્રકારની ટ્રેઇનિંગ દ્વારા બાળકને એક સાધારણ જિંદગી જીવવાનું બળ પૂરું પાડે છે. બાકી આ જન્મજાત રહેતી પરિસ્થિતિ છે જે ક્યારેય જતી નથી.
ADVERTISEMENT
આવાં બાળકો સોશ્યલ ન હોવાથી બીજા માટે સહિષ્ણુતા ગુમાવી બેસે છે. કોઈને માટે તેને પ્રેમ, દયા કે મોહ જેવું રહેતું નથી. આવાં બાળકો આગળ જતાં જો તેમને એવું વાતાવરણ મળે તો ક્રાઇમ તરફ પણ જઈ શકે છે. આવા લોકોને આગળ જતાં જીવનમાં ગમે ત્યારે ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, હાઇપરઍક્ટિવિટી કે ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર થવાની શક્યતા વધુ રહે છે. આવું કઈ થાય તો તેને માટેની દવા તેમને આપી શકાય. બાકી આ સિન્ડ્રૉમની કોઈ ખાસ દવા નથી.