ટાઇપ ટૂ ડાયાબિટીઝનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ ટાઇપ વન ડાયાબિટીઝ એ ડાયાબિટીઝનો વધુ ગંભીર પ્રકાર છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
ડાયાબિટીઝ ઘણો જ વ્યાપક રોગ છે એમાં પણ ટાઇપ ટૂ ડાયાબિટીઝનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ ટાઇપ વન ડાયાબિટીઝ એ ડાયાબિટીઝનો વધુ ગંભીર પ્રકાર છે. નાની ઉંમરથી કે જન્મથી આવતો આ રોગ જીવનભર સાથે રહે છે. જો બાળકને ટાઇપ વન ડાયાબિટીઝ હોય તો ગભરાઓ નહીં. ઘણા પેરન્ટ્સનેે સમજાવવું અઘરું પડે છે કે આ રોગ ક્યારેય ક્યૉર નહીં થાય. મહત્ત્વનું એ છે કે નિદાન થયા પછી બાળકનું જ નહીં, ઘરના લોકોનું પણ જીવન બદલાય છે. તમારા બાળકને જો ટાઇપ વન ડાયાબિટીઝનું નિદાન થાય તો તમે આ રોગ વિશે સાચી અને પૂરતી માહિતી મેળવી લો, કારણ કે અધૂરી માહિતી એના મૅનેજમેન્ટમાં તકલીફ ઊભી કરશે. ડાયાબિટીઝના દરદીઓને બીજા રોગો સાથે પણ સીધો સંબંધ છે જેના વિશે સમજવું જરૂરી છે.
ટાઇપ વન ડાયાબિટીઝ ધરાવતાં બાળકોમાં પણ થાઇરૉઇડ પ્રૉબ્લેમ જોવા મળે છે. ટાઇપ વન ડાયાબિટીઝ નાની ઉંમરે આવતું ડાયાબિટીઝ છે જેમાં દવાઓથી કામ ચાલતું નથી. બાળકે લગભગ જીવનભર ઇન્સ્યુલિન પર જીવવું પડે છે. આ રોગ મોટા ભાગે જિનેટિક કારણોસર જ થાય છે માટે જ એ રોગ નાનપણમાં બહાર આવે છે. જન્મ સાથે આ બાળકોમાં કોઈ તકલીફ હોતી નથી, પરંતુ જન્મ્યા પછીનાં લગભગ ૭-૧૨ વર્ષની અંદર આ રોગ સામે આવે છે. આ રોગ અને થાઇરૉઇડને સંબંધ છે. ટાઇપ વન ડાયાબિટીઝ એક ઑટોઇમ્યુન ડિસઑર્ડર ગણાય છે એટલે કે એવો રોગ જેમાં શરીરની રક્ષા કરતી એની રોગ પ્રતિકારક શક્તિ ખુદ શરીરની વિરુદ્ધ વર્તે છે અને એને કારણે રોગ ઊભો થાય છે. આવું થવા પાછળનું કોઈ ખાસ કારણ મેડિકલ સાયન્સની સમજમાં હજી આવ્યું નથી, પરંતુ એવું સમજી શકાય કે આ પ્રકારની ટેન્ડન્સી કે તાસીર જ્યારે શરીરની હોય છે ત્યારે ઑટોઇમ્યુન જેટલા પ્રકારના રોગ હોય એ બધા જ પ્રકારના રોગોનું રિસ્ક આ દરદીઓમાં વધુ હોય છે એટલે કે જેમને ટાઇપ વન ડાયાબિટીઝ છે તેમને ઑટોઇમ્યુન ડિસઑર્ડર જેમ કે થાઇરૉઇડ, સ્કીનનો રોગ વીટીલીગો, સીલીએક ડિસીઝ, હેપેટાઇટિસ, ઍડ્રિનલિન ફેલ્યર જેવા રોગોનું રિસ્ક વધારે હોય છે જેને કારણે ઇન્ટરનૅશનલ ગાઇડલાઇન્સ મુજબ ટાઇપ વન ડાયાબિટીઝના દરદીએ દર વર્ષે થાઇરૉઇડની ટેસ્ટ કરાવવી જોઈએ. આપણે ત્યાં લોકો આ બાબતે જાગૃત નથી અને ટેસ્ટ કરાવતા નથી જે ખોટું છે, કારણ કે જો દરદીને થાઇરૉઇડની તકલીફ છે તો ઇલાજ કરાવવો
ADVERTISEMENT
- ડૉ. મીતા શાહ