પૂર દરમિયાન જ્યારે પાણી જો દૂષિત હોય તો લેપ્ટોસ્પાયરોસિસ થવાની સંભાવના રહે છે
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ ચેતવણી બહાર પાડીને આવનારા સમયમાં લેપ્ટોસ્પાયરોસિસના કેસ વધી શકે છે તેવી ચેતવણી આપી છે. જૂન મહિનામાં જ્યારે મહારાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો હતો, ત્યાર બાદ આ બીમારીના કેસ પણ સામે આવવા લાગ્યા છે. જુલાઈમાં અત્યાર સુધીમાં લેપ્ટોસ્પાયરોસિસના 5 કેસ નોંધાયા છે. જો કે હજુ સુધી આ બીમારીથી કોઈના મોતની જાણ થઈ નથી. તેવામાં આ બીમારી વિશે સાવચેત રહેવું વધુ જરૂરી બની જાય છે. તો આવો લેપ્ટોસ્પાયરોસિસ વિશે વધુ જાણીએ.
આ રોગને ગંભીરતાથી લેવો જરૂરી
ADVERTISEMENT
નિષ્ણાતોના મતે લેપ્ટોસ્પાયરોસિસ એ ચોમાસા દરમિયાન જોવા મળતો સામાન્ય ટ્રોપિકલ ઇન્ફેકશન છે, જો પાણી ઉંદર અથવા બીજા કોઈ પ્રાણીઓના પેશાબથી દૂષિત હોય ત્યારે તે સરળતાથી ફેલાય છે.
આ રીતે ફેલાય છે રોગ
પૂર દરમિયાન જ્યારે પાણી જો દૂષિત હોય તો લેપ્ટોસ્પાયરોસિસ થવાની સંભાવના રહે છે.
આ રીતે લેવી કાળજી
આ રોગથી બચવા માટે પૂર દરમિયાન મુસાફરી ટાળવી જોઈએ. પાણી અથવા માટીને સ્પર્શ કરવાનું ટાળો કારણ કે ટે પ્રાણીના પેશાબથી દૂષિત હોઈ શકે છે. પ્રાણીઓના પેશાબથી દૂષિત થઈ શકે તેવી વસ્તુઓને સ્પર્શ કરવાનું ટાળો.
દર વર્ષે નોંધાય છે આટલા કેસ
CDC મુજબ લેપ્ટોસ્પાયરોસિસ વિશ્વભરમાં જોવા મળે છે. તે ઉષ્ણકટિબંધીય અથવા ઉપ-ઉષ્ણકટિબંધીય આબોહવામાં વધુ સામાન્ય છે. એક અંદાજ મુજબ વિશ્વભરમાં દર વર્ષે લેપ્ટોસ્પાયરોસિસના 1 મિલિયનથી વધુ કેસો નોંધાય છે, જેમાં લગભગ 60,000 મૃત્યુનો સમાવેશ થાય છે.
સારવાર જરૂરી
લેપ્ટોસ્પાયરોસિસનો સૌ પ્રથમ ઉપચાર તેના સંક્રમણને ટાળવું જ છે. ખાસ કરીને ભારે વરસાદ અથવા પૂરના સમયગાળા બાદ સંભવિત દૂષિત પાણીમાં તરવું, નાહવાનું, ગળી જવાનું અથવા માથું ડૂબાળવાનું ટાળો.
પૂરના પાણી સાથે સંપર્ક ટાળો અને પૂરના પાણીથી દૂષિત ખોરાક ન લો. જો એક્સપોઝર ટાળી શકાતું નથી, તો યોગ્ય રબરના બૂટ, વોટરપ્રૂફ કવરઓલ/કપડાં, મોજા પહેરવા જરૂરી છે. ખુલ્લા જખમોને વોટરપ્રૂફ ડ્રેસિંગ્સથી ઢાંકો. અસુરક્ષિત અથવા સંભવિત દૂષિત પીવાના પાણીને ઉકાળીને પીઓ.