સૌથી પહેલાં તો તમને દૂધ ઓછું આવવાનાં કારણો શું છે એ સમજવાં જોઈએ. દૂધ ઘટવાનું સૌથી મોટું કારણ છે માનસિક
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર
મારે બે મહિનાનો દીકરો છે. ઍક્ટિવ છે અને હેલ્ધી છે. જોકે તેને પૂરું પડે એટલું ફીડિંગ મને આવતું નથી. ડૉક્ટરે કહ્યું છે કે જો પૂરું ન પડે તો બહારથી દૂધ આપવું પડશે. તેને ફીડ કરાવતાં હું લિટરલી થાકી જાઉં છું. મારાં સાસુ કહે છે કે ગોળ-ઘી અને ગુંદરવાળી ચીજો લઈશ તો દૂધ છૂટથી આવશે. એક ફ્રેન્ડે કહ્યું કે કોપરું ખાવાથી પણ દૂધ સારું આવે. મારે ઍટ લીસ્ટ આઠથી નવ મહિના તો મારું જ દૂધ આપવું છે, પણ જો દૂધ પૂરું નહીં પડે તો બહારનાં સપ્લિમેન્ટ્સ પર ચડાવવો પડશે. ઇન ફૅક્ટ, હું પણ બેબીને ફીડ કરાવ્યાં પછી થાકી જાઉં છું. મને કહેશો ડાયટમાં એવું શું લઉં કે દૂધ વધુ માત્રામાં આવે અને ડિસ્કમ્ફર્ટ ઘટે?
સૌથી પહેલાં તો તમને દૂધ ઓછું આવવાનાં કારણો શું છે એ સમજવાં જોઈએ. દૂધ ઘટવાનું સૌથી મોટું કારણ છે માનસિક. મમ્મી સ્ટ્રેસમાં હોય તો દૂધ ઘટી જાય છે. પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશનને કારણે ન્યુ મૉમ્સના સ્વભાવમાં ચીડિયાપણું, ગુસ્સો, અધીરાઈ આવી જતાં હોય છે. બાળકના ઊછેરમાં બધું ૧૦૦ ટકા પર્ફેક્ટ જ થવું જોઈએ એવો આગ્રહ પણ ક્યારેક સ્ટ્રેસ જન્માવતો હોય છે. મેં જોયું છે કે સ્વભાવ શાંત થાય અને સ્ટ્રેસ લેવલ ઘટે તો આપમેળે દૂધની ક્વૉન્ટિટી અને ક્વૉલિટીમાં પણ ફરક પડે છે. એ માટે થોડોક સમય જાત માટે કાઢીને મેડિટેશન કરો.
ADVERTISEMENT
બીજું, શતાવરીનો પાઉડર નાખેલું દૂધ દિવસમાં બે વાર લેવાનું રાખો. સ્પ્રિન્ગ અન્યન નાખીને ઘઉં-બાજરાનાં થેપલાં અને દહીં લો. મગનું પાણી, પાકેલું કેળું, પનીર, રસગુલ્લા, યૉગર્ટ જેવી ચીજો વધુ ખાઓ. સિંગ-ચણા અને ગોળ લો. મગની દાળના પુડલા લો. ખોરાકમાં શું લેવું એ જેટલું અગત્યનું છે એટલું જ અગત્યનું છે પૂરતું પાણી. બ્રેસ્ટ-ફીડ કરાવવાથી તમારા શરીરમાંથી ઘણું પાણી ઘટે છે માટે હાઇડ્રેશન ઇઝ ધ કી. ઘણી વાર ડીહાઇડ્રેટ થઈ જવાથી પણ ફીડિંગ આવવાનું ઘટી જાય છે. એક બેઠકે જમી લેવાને બદલે દિવસમાં પાંચથી છ વાર થોડું-થોડું ખાતા રહો.
હંમેશાં બ્રેસ્ટ-ફીડ કરાવ્યાં પછી તરત જ તમે પોતે પણ કંઈક ખાઓ. એનાથી તમે નેક્સ્ટ ટાઇમ ફીડ કરાવવાનું થાય ત્યાં સુધીમાં એનર્જી ગેધર કરી શકશો. બ્રેસ્ટ-ફીડિંગ દરમ્યાન તમે જેટલા વધુ રિલૅક્સ રહેશો એટલું દૂધની માત્રામાં ફરક પડશે.