Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > Mast Rahe Mann: તમેય ઇમોજી વાપરીને વાતો કરો છો? તો સમજી લો શું કહે છે મનોચિકિત્સક

Mast Rahe Mann: તમેય ઇમોજી વાપરીને વાતો કરો છો? તો સમજી લો શું કહે છે મનોચિકિત્સક

Published : 04 November, 2024 10:39 AM | Modified : 04 November, 2024 01:10 PM | IST | Mumbai
Dharmik Parmar | dharmik.parmar@mid-day.com

Mast Rahe Mann: ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એ બે અથવા વધુ વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સાથે મહત્વ ધરાવે છે. જેમાં સંવાદ, લાગણીઓ અને સામાજિક અભિગમ આવી જાય

તસવીર ડિઝાઇન: કિશોર સોસા

મસ્ત રહે મન

તસવીર ડિઝાઇન: કિશોર સોસા


અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મેન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને ‘એનિમલ’ના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટેકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બંને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે અમે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકોલોજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું


આજે આપણે વાત કરીશું ઇન્ટરપર્સનલ રિલેશનશિપ (Mast Rahe Mann) વિષે. જેને આપણે વ્યક્તિગત સંબંધ તરીકે પણ ઓળખાવીએ છીએ. ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એ બે અથવા વધુ વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સાથે મહત્વ ધરાવે છે. જેમાં સંવાદ, લાગણીઓ અને સામાજિક અભિગમ આવી જાય. હવે આ સંબંધો મૈત્રી, પારિવારિક સંબંધો, પ્રેમ સંબંધો અથવા તો પછી કાર્યસ્થળ પરના સંબંધો એમ કોઈ પણ રૂપમાં હોઇ શકે છે. આજે આ વિષયને સમજાવવા ગુજરાતી મિડડે ડૉટ કૉમે મુંબઇનાં ક્લિનિકલ સાયકોલોજિસ્ટ વિશાખા એન. પુંજાની સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓ સાયન હોસ્પિટલનાં મનોચિકિત્સા વિભાગમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે. તો આજના એપિસોડમાં આપણે એ જાણીશું કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં કેટલા તબક્કા આવે છે?



તમારા મિત્ર, સગા સબંધી હોય કે તમારાથી ડેઝિગ્નેશનમાં નાના હોય, હાયારકીમાં મોટા હોય. એટલે કે જે તમારી આસપાસ તમને મળતા હોય તે લોકો સાથેના સંબંધની વાત ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં આવે છે. આંતરવ્યક્તિત્વ સંબંધો સામાન્ય રીતે નીચેના ફ્રેમવર્કમાં ગોઠવેલા તબક્કાઓમાં થાય છે.


સૌ પ્રથમ આવે Initiation. જે પ્રારંભિક તબક્કો કહેવાય છે. જેમાં વ્યક્તિ શરૂઆતના સંપર્ક બનાવે છે. તેમાં અભિવાદન, પરિચય, અને મૂળભૂત માહિતીનું વિનિમય સામેલ છે. જેમ કે તમે પૂછો કે કેમ છો? તમારું નામ શું છે વગેરે. અહીં મૂળ સંબંધ સ્થાપવાની શરૂઆત થાય છે.

Mast Rahe Mann: બીજો તબક્કો છે Experimentingનો. આ તબક્કામાં તમારે જોવાનું હોય છે કે મારા અને એમના વિચાર કેટલા મળતા આવે છે? પછી આવે છે Intensifying. અહીં વ્યક્તિઓ વ્યકિતગત વિચારો અને લાગણીઓ શેર કરે છે. એમ કહી શકાય કે એકબીજાને ભરોસો આપે છે. વિશાખા એન. પુંજાની આ વિષે વાત કરતાં કહે છે કે, "એકવાર તમને ખબર પડી જાય કે મને શું ગમે છે અને સામે વાળી વ્યક્તિને શું ગમે છે? પછી તમારે એ જ ટૉપિક પર સંવાદ કરવાનો રહે. અહીં આપણું ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટ પણ થાય છે. અહીં એક યુનિક બૉન્ડ બનતું જાય છે."


મિત્રો, એના પછીનો તબક્કો છે Integrating. તમારા અને મારા વિચાર તો મળ્યા હવે આમાં આપણે અન્ય કેટલા લોકોને જોડીશું એ વાત આવે છે. અહીં એકબીજાને મિત્રો અને પરિવારને ઓળખાવવું, અથવા સાથે નવા નવા પ્લાન કરવા વગેરે આવે છે. એમ કરતાં કરતાં એક વિશિષ્ટ પ્રકારનું બોન્ડિંગ બને છે. જેમાં વચનમાં બંધાવાથી લઈને લૉગ ટર્મ પ્લાન આવી જાય. જેને આપણે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ કહીએ છીએ.

અચ્છા, તો એટલે સોશિયલ મીડિયા ઉદ્દભવ્યું?

વિશાખા એન. પુંજાની જણાવે છે કે, "અમેરિકા વ્યક્તિગત સંસ્કૃતિ માટે જાણીતું છે. સોશિયલ મીડિયા કે ફેસબુકની શરૂઆત પણ કૈંક આ જ કારણોથી શરૂ થઈ હતી. જ્યારે માણસને એકલતા મહેસુસ થતી હોય ત્યારે ફેસબુક પર એને અઢળક મિત્રો મળી રહે છે. જ્યારે ઈન્ડિયા એ સામૂહિક સંસ્કૃતિ સમુદાય, કુટુંબ અને સામાજિક સંવાદિતાને કેન્દ્રમાં રાખે છે. આપણામાં ફેમિલી, પાડોશીઓ માટે માન હોય છે."

ઇમોજીએ તો દાટ વાળ્યો છે! 

વિશાખા એન. પુંજાની કમ્યુનિકેશન પર ભાર આપતાં જણાવે છે કે, "ઇન્ટરપર્સનલ રિલેશનશિપ માટે ખાસ મહત્વનું છે સંવાદ. અત્યારે સહુ સોશિયલ મીડિયા પર ઇમોજીથી પણ કમ્યુનિકેશન તો કરી જ લે છે પરંતુ એમાં બૉડી લેંગ્વેજનો અભાવ હોય છે. તમારી વાત કરવાની રીત કે ચહેરા પરના હાવભાવ દેખાતા નથી. આજે આપણે વધુ પડતાં એઆઈ સાથે કનેક્ટ થઈ ગયા છીએ. એને આપણે એઆઈ કરતાં માણસ વધુ સમજી બેઠા છીએ. 

Mast Rahe Mann: આજે ઇમોશનલી વ્યક્તિને ખબર જ નથી પડતી કે મને શું ગમે છે? શું નહીં? આજે એંકઝાઇટી, ડિપ્રેશન જેવા શબ્દો સહજતાથી વાપરીએ છીએ, પણ એનો અર્થ જ સમજતા નથી. આજે એક ટ્રેન છૂટી ગઈ એમાં આપણે કહીએ છીએ કે હવે હું ડિપ્રેસ થઈ જઈશ. પણ અરે એક છૂટી તો બીજી આવશે. એમાં કૈં ડિપ્રેશન ન આવી જાય, હા તમે ઉદાસ હોઇ શકો. આપણને જે કોર ફિલિંગ હોય. એ કોર ફિલિંગ ખબર જ નથી પડતી. કારણકે આપણી ઈમોશનલ વોંકયુબલરી એ દિવસે ને દિવસે ક્ષીણ થતી જઇ રહી છે, કારણકે આજકલ આપણે ઇમોજીઝ વાપરીએ છીએ. એ ઇમોજી આપણને આપણી હકીકતમાં શું લાગણી છે એ વ્યક્ત કરી શકતું નથી.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2024 01:10 PM IST | Mumbai | Dharmik Parmar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK