Mast Rahe Mann: પરીક્ષાઓ વખતે સ્ટુડન્ટ્સ પોતે કઇ રીતે સ્ટ્રેસને ઓછો કરી શકે છે. તે માટેની ટેક્નિકસ વિષે આજે વાત કરીશું.
તસવીર ડિઝાઇન: કિશોર સોસા
Mast Rahe Mann: અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મેન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને ‘એનિમલ’ના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટેકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બંને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે અમે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકોલોજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું
અત્યારે મહારાષ્ટ્ર બોર્ડની દસમા ધોરણની પરીક્ષાઓ ચાલી રહી છે. પરીક્ષાઓ અને એમાં પણ ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓ વખતે સ્ટુડન્ટ્સમાં સ્ટ્રેસ જોવા મળતો હોય છે, ત્યારે આ સ્ટ્રેસ શું છે? અને સ્ટુડન્ટ્સ પોતે કઇ રીતે તેને ઓછો કરી શકે છે. તે માટેની ટેક્નિકસ વિષે આજે વાત કરીશું. આ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે. હેતા શાહે. તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર્સ કર્યું છે. સાયન હોસ્પિટલ બાદ હાલ તેઓ માટુંગા સેન્ટ્રલમાં આવેલ અસ્તિત્વ ક્લિનિકમાં સાયકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યાં છે. ઉપરાંત ડોન બોસ્કો સ્કૂલમાં તેઓ ૧૧-૧૨મા ધોરણના સ્ટુડન્ટ્સને સાયકોલોજી વિષય ભણાવે છે.
ADVERTISEMENT
સૌ પ્રથમ સમજીએ કે એક્ઝામ વખતે આવતો સ્ટ્રેસ (Mast Rahe Mann) આખરે છે શું? સાયકોલોજીની ભાષામાં તેને કઇ રીતે ઓળખવામાં આવે છે? તો હેતા શાહ કહે છે કે, "સાયકોલોજીમાં સ્ટ્રેસ એટલે ચિંતાજનક સ્થિતિ. કોઈપણ મુશ્કેલ સમયમાં અનુભવાતો તાણ એટલે કહેવતો સ્ટ્રેસ. સ્ટ્રેસની પોઝિટિવ બાજુ પણ છે અને નેગેટીવ બાજુ પણ છે. નેગેટીવ બાજુ એટલે સ્ટ્રેસ આવે ત્યારે વ્યક્તિ કામ કરી શકતો નથી. જેમ કે મોબાઈલના વધુ પડતો ઉપયોગ બાદ તે હેંગ થઈ જાય છે ત્યારે ફરી એને રીસ્ટોર કરવાની કે એને ફરી સ્ટાર્ટ કરવાની જરૂર પડે છે. એવું આ સ્ટ્રેસનું પણ છે. જ્યારે સ્ટ્રેસ એકદમ જ વધી જાય છે, જ્યારે આપણે તેને હેન્ડલ નથી કરી શકતા ત્યારે બોડી પણ પેનિક સિચ્યુએશનમાં મુકાઇ જાય છે.
મોટેભાગે જ્યારે વ્યક્તિને કશુંક રજૂ કરવાનું હોય છે ત્યારે આ પ્રકારનો સ્ટ્રેસ (Mast Rahe Mann) આવતો હોય છે. નાના બાળકોને પણ જ્યારે સ્ટેજ પર કશુંક પરફોર્મ કરવાનું હોય છે ત્યારે તેને બીક લાગવા માંડે છે કે સામેવાળી વ્યક્તિ તેને જજ કરવાની છે, મને ચકાસવાની છે. ત્યારે સ્ટ્રેસ અનુભવાતો હોય છે. સામેવાળી વ્યક્તિ આપણા વિશે શું વિચારશે એવું વિચારીને જ સ્ટ્રેસ આવે છે. બોર્ડ એક્ઝામ્સમાં પણ વિદ્યાર્થીઓને જજ કરવામાં આવતા હોય છે. એ લોકોની ક્ષમતા શું છે? એ લોકોની તૈયારી કેવી છે? એ ચકાસવામાં આવે છે. એટલે એક્ઝામ વખતે સ્ટ્રેસ આવવો સ્વાભાવિક છે.
ભલે શિક્ષકો કે પેરેન્ટ્સ કહેતા હોય કે માર્કસ મહત્વના નથી. પરંતુ સરવાળે સ્ટોરી માર્કસ ઉપર જ આવીને અટકે છે. એટલે માર્ક્સ ફેક્ટર વિદ્યાર્થીઓને તાણ અનુભવવા માટે મજબૂર કરે છે. આ બધા ને કારણે એક્ઝામનું સ્ટ્રેસ થતું હોય છે. હું કાઉન્સેલિંગ પ્રેક્ટિસમાં આ પ્રકારના બાળકો આવે ત્યારે કહેતી હોઉં છું કે બોર્ડ એકઝામ બીજી એકઝામ જેવી જ છે, માત્ર ફરક એટલો જ છે કે બીજી એકઝામ સ્કૂલ લેવલ સુધી સીમિત હોય છે જ્યારે બોર્ડ એક્ઝામમાં એક્ઝામિનેશનનું કમ્પેરીઝન વધી જતું હોય છે, એટલે સ્પર્ધાત્મકતા વધી જાય છે. એટલે ત્યાં સ્ટ્રેસ લેવલ થોડુંક વધારે આવે છે. પરંતુ હું કહું છું કે આને બીજી સામાન્ય પરીક્ષાઓની જેમ જ ગણો."
જ્યારે આ સ્ટ્રેસને પોઝિટિવલી હેન્ડલ ન કરવામાં આવે ત્યારે તે ચંચળતા (Mast Rahe Mann) ઊભી થાય છે. એટલે સૂરજરૂપી તમે જે કંઈ ભણ્યા છો એની આગળ આ સ્ટ્રેસ રૂપી વાદળા આવી જાય છે. અને ઘણીવાર વિદ્યાર્થીઓ આને કારણે એક્ઝામ્સ લખતી વખતે બ્લેન્ક થઈ જતા હોય છે, તેઓને કશું યાદ આવતું નથી. સ્ટ્રેસ એટલું વધી જાય કે બોડી એને હેન્ડલ ન કરી શકે. ત્યારે માથું દુખવું, ઉલટી આવવી, પેટમાં દુખવું વગેરે વગેરે લક્ષણો દેખાઈ આવે છે. આમ, આપણી બોડી કોઈને કોઈ રીતે સ્ટ્રેસને હેન્ડલ કરવાનો પ્રયત્ન કરતું હોય છે તેના આ બધા લક્ષણો છે. હવે, દરેકનું બોડી અલગ અલગ રીતે રિએક્ટ કરતું હોય છે.
આ સમયે પેરેન્ટ્સે જ સપોર્ટીવ એન્વાયરમેન્ટ ઊભું કરવું જરૂરી છે. "ચિંતા ન્ કર, અમે તારી સાથે જ છીએ" કહેવામાં આવે તો સ્ટુડન્ટને પણ આત્મવિશ્વાસ આવે છે. જેને પ્રાઇમરી કેઅર કહી શકાય.
આજે આપણે એવી કેટલીક સ્ટ્રેટેજીની વાત કરીશું જે સ્ટુડન્ટ પોતે સ્ટ્રેસને દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકે છે. સૌ પ્રથમ છે ચિંતાને ઓળખવી. જો ચિંતા ઓળખાશે નહીં તો આગળનું વર્ક પ્રોસેસ અટકી જશે. ઓળખી લીધા પછી આવે એને સ્વીકારવાની. સ્વીકાર્યા બાદ કાં તો પોતે એનો સામનો કરવો અને જો પોતાનાથી ના થાય તો બીજાની મદદ લેવી. સપોર્ટ સિસ્ટમમાં માતા-પિતા, શિક્ષકો, મોટા ભાઈ બહેનો કે ફ્રેન્ડ્સ પણ હોઈ શકે. પ્રોફેશનલની પણ મદદ લઈ શકાય છે.
વાત કરીએ કે સ્ટ્રેસને એટલે કે ચિંતાને ઓળખવી કઈ રીતે? ત્યારે worry monster ટેકનીકનો ઉપયોગ કરી શકાય છે. સ્ટુડન્ટ્સને જે નેગેટિવ વિચારો (Mast Rahe Mann) આવે છે એ વિચારો કોઈ મોન્સ્ટર એટલે કે બીજી વ્યક્તિ બોલી રહી છે એવું એક કાગળ પર દર્શાવવું એટલે વરી મોન્સ્ટર. આપણે એ નકારાત્મક વિચારો રૂપી મોન્સ્ટરને આપણાથી દૂર કરવાનો છે. "મારાથી હવે નહીં થાય" "હવે તો લાસ્ટ મોમેન્ટ છે" "હવે તો તારું કંઈ જ નહીં થાય" "બધું પતી ગયું" આવો જે નિરાશાવાદ જન્મે છે, તે સમયે વિદ્યાર્થી કાગળ પર મોન્સ્ટર દોરી શકે અને પછી જે આ બધા આંતરિક વિચારો ચાલી રહ્યા છે તેને એમાં લખવા જોઈએ. મૂળ આ બધા વિચારો કોઈ બહારવાળો વ્યક્તિ સતત વિદ્યાર્થીને કહી રહ્યો છે, અને આપણે હવે એને પોઝિટિવલી સામનો કરવાનો છે. કે "ના... ના... મેં આખું વરસ મહેનત કરી છે, મારે માત્ર હવે પુનરાવર્તન જ કરવાનું છે અને થઈ જશે" આવો આત્મવિશ્વાસ જાગ્રત કરવાનો છે. "ભલે હું છ મહિના માંદો હતો, પણ હું હિંમત કરીને એક્ઝામ આપવા તો જાઉં છું ને? જેટલું પોર્શન હું કરી શક્યો છું, એમાંથી હું પાસ થવાનો પ્રયત્ન કરીશ" આવા સકારાત્મક વિચારોથી આપણે હુકની જેમ પકડી રહેલા નકારાત્મક વિચારોને અનહુક કરવાના છે."
આંતરિક વિચારો પર કામ કર્યું તેમ જ આત્મવિશ્વાસ સાથે એનો સામનો કર્યો. હવે આવે ગોલ સેટ કરવા. જેમાં પહેલી ટેકનીક આવે છે- SMART Goalની. S એટલે આપણો જે ગોલ છે એ Specific હોવો જોઈએ. ઉદા. આજે હું સાયન્સનું ચેપ્ટર વન કરીશ તો એ મારો સ્પેસિફિકોલ ગોલ થયો. M એટલે એ ગોલ Measurable હોવો જોઈએ. ઉદા. આવતા દોઢ કલાકમાં મારા આ ચેપ્ટરના 15 કવેશ્ચન પાકા થવા જ જોઈએ. ત્યારબાદ આ ગોલ મારો મારી ક્ષમતા પ્રમાણે Achievable હોવો જોઈએ. R એટલે Relevant. એટલે મારો ફાઇનલ ગોલ એ છે કે મારે એક્ઝામમાં 60 ટકા લઈ આવવા છે કે મારે પાસ થવું છે કે મારે 95 ટકા લાવવા છે વગેરે. મૂળ, મારો આ જે નાનો ગોલ છે એ મારા મોટા ગોલ સાથે રિલેવન્ટ હોવો જોઈએ. અને છેલ્લું આવે T એટલે કે Time-bound. મેં જે ગોલ નક્કી કર્યો છે એ હું કેટલા સમયમાં પૂરો કરીશ તે. ઉદા. દોઢ કલાક પછી જોવાનું છે કે મેં જે ગોલ સેટ કર્યો હતો એ પૂરો થયો છે કે નહીં? આ રીતે નાના શોર્ટ ટર્મ ગોલ સાથે કામ કરીએ તો આપણને પણ આંતરિક સફળતા અનુભવાય.
હેતા શાહ જણાવે છે કે,"હું વિદ્યાર્થીઓને એક અન્ય સ્ટ્રેટેજી (Mast Rahe Mann) એ પણ કહું છું કે તમે જ્યારે ભણવા બેસો છો ત્યારે તમે કયા હેતુ સાથે બેસો છો એ ખૂબ મહત્વનું છે. "આ તો બહુ જ અઘરું છે" "આ મારાથી થવાનું જ નથી" "આ બહુ જ બોરિંગ વિષય છે" "આ તો ટીચરે મને શીખવાડ્યું નથી" આવા માનસિક વિચારો સાથે જો આપણે બેસીએ તો ન્ ચાલે. પણ "ભલે અઘરું છે, મને પ્રયત્ન તો કરવા દે" "આજે કંઈ પણ થાય મારે આટલું પૂરું કરવું છે" આ પ્રકારની માનસિક તૈયારી સાથે બેસીશું તો ઇન્ટર્નલ મોટીવેશન વધશે અને ડિફિકલ સબ્જેક્ટ પણ સરળ થઈ જશે."

