Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સૉનાબાથ કે હૉટ બાથથી સ્પર્મ-કાઉન્ટની ક્વૉન્ટિટી અને ક્વૉલિટી પર અસર પડે?

સૉનાબાથ કે હૉટ બાથથી સ્પર્મ-કાઉન્ટની ક્વૉન્ટિટી અને ક્વૉલિટી પર અસર પડે?

Published : 28 October, 2024 02:06 PM | Modified : 28 October, 2024 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હમણાં એક ડૉક્ટર-કપલ મળ્યું. ફૅમિલી મીટિંગ હતી એટલે તમને કામ લાગે એવી કોઈ ચર્ચા થાય એવું તો મનમાં નહોતું, પણ અચાનક જ એવી ચર્ચા નીકળી ગઈ.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


હમણાં એક ડૉક્ટર-કપલ મળ્યું. ફૅમિલી મીટિંગ હતી એટલે તમને કામ લાગે એવી કોઈ ચર્ચા થાય એવું તો મનમાં નહોતું, પણ અચાનક જ એવી ચર્ચા નીકળી ગઈ. બન્યું એવું કે એ કપલના દીકરાનાં બે વર્ષ પહેલાં જ મૅરેજ થયાં હતાં અને યંગ કપલ ફ્યુચર પ્લાનિંગમાં આગળ વધતું હતું, પણ નૅચરલી બચ્ચું કન્સિવ નહોતું થતું. અચાનક જ નીકળેલા એ ટૉપિકમાં એકાદ-બે વાત એવી નીકળી કે સામાન્ય રીતે એ હવે મોટા ભાગના લોકો જાણે છે. ટાઇટ કપડાં પહેરવાનું પેલા છોકરાએ બંધ કરી દીધું છે તો સાથોસાથ તેણે સિગારેટ અને લિકરનું વ્યસન પણ ઑલમોસ્ટ છોડી દીધું છે અને એ પછી પણ તેના સ્પર્મ-કાઉન્ટમાં ઘટાડો અકબંધ હતો. થોડી વાત કરી ત્યાં ખબર પડી કે એ યંગ બૉયને નિયમિત સૉનાબાથ અને હૉટ બાથની આદત છે.


એક તો ક્લબ-કલ્ચર અને બીજું, બૉડીને રિલૅક્સ કરવાની ઊભી થતી ફૅશન. આ બન્નેને કારણે આજકાલ લોકો આવી બધી ઍક્ટિવિટી રેગ્યુલર કરતા થઈ ગયા છે. છોકરીઓ નિયમિત રીતે કૅરાટિન ટ્રીટમેન્ટ લે છે, જેને માટે વાળને સ્પેસિફિક પ્રકારની હીટ પણ આપવામાં આવે છે. કહેવાય છે એવું કે કૅરાટિન ટ્રીટમેન્ટથી હેરને પોષણ મળે છે પણ એવું જૂજ કેસમાં બને છે. મોટા ભાગના કિસ્સામાં એ વાળને નુકસાન જ કરે છે. આવું જ સૉનાબાથ અને હૉટ બાથમાં લાગુ પડે છે.



સ્પર્મને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે. સૉનાબાથ કે હૉટ ટબ બાથને કારણે ટેસ્ટિકલ્સ ડાયરેક્ટ ગરમીના સંપર્કમાં આવે. રોજ ગરમાગરમ પાણીથી નાહવાની આદત હોય તો એની પણ આડઅસર શુક્રાણુના કાઉન્ટ અને સ્પીડ પર પડી શકે તો લાંબો સમય હૉટ ટબમાં બેસવાથી કે પછી સૉનાબાથ લેવાથી પણ એના કાઉન્ટ પર વિપરીત અસર પડી શકે. સૉનાબાથ અને હૉટ ટબ બાથ બંધ કરવાથી મોટો નહીં, પણ કાઉન્ટમાં ફરક જરૂર પડી શકે અને લાંબા ગાળે શુક્રાણુની સ્પીડમાં હકારાત્મક અસર પણ જોવા મળે.


સ્પર્મ-કાઉન્ટનો જેને પણ ઇશ્યુ હોય તેણે ટેસ્ટિકલ્સને ઠંડક આપવાનું શરૂ કરવું જોઈએ. હવે મોટા ભાગનાને ખબર છે એમ, ટાઇટ જીન્સ કે ટાઇટ અન્ડરવેઅર અવૉઇડ કરવી અને શક્ય હોય તો કૉટનનાં અન્ડરવેઅર જ પહેરવાં જોઈએ. દિવસમાં બે વાર સવાર-સાંજ નાહવાનું રાખવું લાભદાયી છે અને નાહતી વખતે ટમ્બલરમાં ચિલ્ડ એટલે કે બરફવાળું પાણી લઈ ટેસ્ટિકલ્સને એમાં ઝબોળી રાખવાં જોઈએ. આ પ્રયોગ નિયમિત કરવાથી જરૂર ફરક પડે છે તો સાથોસાથ ફૂડ-હૅબિટ પણ સિમ્પલ કરવી જોઈએ.  -ડૉ. મુકુલ ચોકસી


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2024 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK