Skin Diseases: તમારા પર્સનલ ડૉક્ટરોની સલાહ લઈને જ કોઈપણ ઈલાજ કરવો, એવું પણ ડૉક્ટરોએ કહું હતું.
પ્રતિકાત્મક તસવીર (મિડ-ડે)
કી હાઇલાઇટ્સ
- વધતી ગરમી અને તાપમાનને લીધે મુંબઈમાં ચામડીના રોગ થવાની સમસ્યામાં પણ વધારો આવ્યો છે.
- નિષ્ણાંત ડૉક્ટરોએ ચામડીના રોગથી બચવા માટે ઉપાયો સૂચવ્યા હતા.
- ગરમીમાં મોટે ભાગે કોટનના કપડાં પહેરવા જોઈએ, એવું પણ ડૉક્ટર કહે છે.
મુંબઈની કાળઝાળ ગરમીથી સૌકોઈ બેહાલ થઈ ગયા છે, પરંતુ આગામી અઠવાડીયા સુધી મુંબઈમાં વરસાદ પડે એવી શક્યતા ભારતના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. જોકે મુંબઈના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી કરતાં પણ વધી જતાં લોકોમાં ડિહાઈડ્રેશન, ગેસ્ટ્રિક સમસ્યાઓ અને સ્નાયુઓમાં ખેંચાણ સાથે ત્વચા સંબંધિત રોગોના (Skin Diseases) પણ લક્ષણો જોવા મળી રહ્યા છે. મોટા ભાગના લોકોમાં વધુ પરસેવો આવવો, ફોલ્લીઓ, ખંજવાળ અને ત્વચામાં બળતરા, હાયપરપીગ્મેન્ટેશન, ખીલ અને પિમ્પલ્સ જેવી અનેક આ ત્વચા રોગનો વધારો જોવા મળ્યો હતો.
ગરમીમાં થતાં ત્વચાના રોગથી બચવા અને તેનો ઈલાજ કરવા વિજ્ઞાનીની સલાહ લેવી અને તમારી ત્વચાની અત્યંત કાળજી લેવી એ સમયની જરૂરિયાત છે અને ત્વચારોગથી પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે બાબતે નિષ્ણાત ડૉક્ટરનું શું કહેવું છે તે જાણીએ.
ADVERTISEMENT
આ બાબતે એક નિષ્ણાંત ડૉક્ટરે કહ્યું હતું કે કોવિડ-19 દરમિયાન લોકડાઉનને કારણે લોકો તેમના ઘરોમાં બંધ રહ્યા હર જેથી ચામડીથી (Skin Diseases) સંબંધિત રોગોમાં કોઈ વધારો થયો ન હતો. જોકે, કોરોના પછી લોકો ઘરની બહાર તેમના રોજિંદી કામોમાં લાગી ગયા, જેમ કે ઓફિસે જવું, પાર્ટીમાં જવું અને વેકેશન પર જવાનું ફરી શરૂ કરી દીધું છે. લોકોની લાઈફ ફરીથી નોર્મલ થતાં પબ્લિક પ્લેસ પર લોકોની સંખ્યા વધતાં ત્વચામાં ચેપી રોગોમાં નોંધપાત્ર રીતે વધારો આવ્યો છે. તેમ જ મુંબઈમાં એપ્રિલ મહિનાથી તાપમાનમાં સતત થતાં વધારાને લીધે ચામડીના રોગોમાં 40 ટકાનો વધારો આવ્યો છે.
ભીષણ ગરમીને કારણે દરેક વય જૂથના લોકોમાં વધુ પરસેવો આવવો, ફંગલ રોગો, સૉરાયિસસ અને ખરજવું, ફોલ્લીઓ, ખીલ, ખંજવાળ અને ત્વચામાં બળતરા થવા, હાયપરપીગ્મેન્ટેશન, પિમ્પલ્સ, રિંગવોર્મ (ટીનીયા કોર્પોરિસ) અને એથલીટ ફૂટ જેવી અનેક ત્વચાથી સંબંધિત રોગો થાય છે. આ સાથે આનેક વખત ત્વચા પર અનેક વખત લાલાશ પડી જવી, ખંજવાળ આવવી અને પગના અંગૂઠા વચ્ચેની ત્વચામાં તિરાડ પડવી, પગના નખમાં ફૂગ લાગવી, યીસ્ટનો ચેપ, ડિહાઇડ્રેશનને કારણે ત્વચાની શુષ્કતા અને જનનાંગના ફોલ્લીઓ થવી જેવા અનેક લક્ષણો જોવા મળે છે.
જ્યારે બહાર ગરમી અને ભેજ વધે છે ત્યારે શરીરમાં પુષ્કળ પરસેવો થાય છે. પરસેવો શરીરમાં જવાથી લોકોને વિવિધ ચામડીના રોગો થાય છે. ઉનાળામાં સૂર્યનો તાપ (Skin Diseases) એટલો બધો હોય છે કે તેને કારણે અનેક વખત શરીર પર લાલ ફોલ્લીઓ થઈ જાત છે. ટેનિંગ એ બીજો સામાન્ય રોગ છે જે સામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકોમાં જોવા મળે છે. દાદ, એથલીટ ફૂટ, ખીલ, પિમ્પલ્સ અને બોઇલ ઉપરાંત, બેક્ટેરિયલ ચેપ પણ વ્યક્તિને ભારે નુકસાન કરી શકે છે. સ્ટેફાયલોકોકસ અને સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાને કારણે બેક્ટેરિયલ ત્વચા ચેપ જેમ કે સેલ્યુલાઇટિસ, ઇમ્પેટીગો અને ફોલિક્યુલાઇટિસ જોવા મળે છે. બાળકો અને મોટી વયના લોકોને ત્વચાના ચેપથો રોગ થવાનો સૌથી વધારે ધોકો હોય છે.
આ ચામડીના રોગોથી પોતાને કેવી રીતે બચાવશો એ બાબતે નિષ્ણાંત ડૉક્ટરોએ (Skin Diseases) કહ્યું હતું કે દિવસમાં બે વાર સ્નાન કરો. જો નાહવું શક્ય ન હોય તો ભીના કપડાથી શરીરને લૂછી લો. સ્વિમિંગ અથવા વર્કઆઉટ સેશન પછી તરત જ પરસેવાવાળા કપડાં બદલીને તમારા શરીરને સૂકવી દો. હાઇજિન મેનટેન કરો અને ડૉક્ટરોની સલાહ લીધા પછી જ ફોલ્લીઓ માટે મોઇશ્ચરાઇઝર, લોશન અને ક્રીમ કે ડસ્ટિંગ પાવડરનો ઉપયોગ કરો. એન્ટિફંગલ ક્રિમ, મલમ, જેલ, સ્પ્રે અથવા પાઉડરનો ઉપયોગ દાદ અને એથલીટ ફૂટ જેવા રોગો માટે કરી શકાય છે. હાયપરપીગ્મેન્ટેશનથી બચવા માટે SPF-30 નું સનસ્ક્રીન વાપરો, સૂતા પહેલા મેકઅપ કાઢી નાખો અને ટેનિંગ અને સનબર્નથી બચવા માટે ફૂલ બાંયના કોટનના કપડાં પહેરો. જોકે નિષ્ણાંત ડૉક્ટરોએ આ સાથે તમારા પર્સનલ ડૉક્ટરોની સલાહ લઈને જ કોઈપણ ઈલાજ કરવો, એવું પણ તેમણે કહું હતું.